નવા એગ્રી બિઝનેશ સેન્ટર સ્થાપવા ઉમેદવારો પાસેથી, અરજીઓ મંગાવવા જોગ
નવસારી/અમદાવાદ,26 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ ગાંધીનગર દ્વારા રાજ
નવા એગ્રી બિઝનેશ સેન્ટર સ્થાપવા ઉમેદવારો પાસેથી, અરજીઓ મંગાવવા જોગ


નવસારી/અમદાવાદ,26 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં નિગમની વેબસાઈટમાં જણાવેલ તાલુકાઓમાં ખેડૂતોને સમયસર, ઉચ્ચ ગુણવતાવાળુ રસાયાણીક ખાતર તેમજ જંતુનાશક દવાઓ જેવા એગ્રો ઈનપુટના વેચાણ તેમજ સરકારની યોજનાકીય કામગીરીના હેતુસર, નવીન એબીસીના લાયસન્સ આપવા બાબતે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓડર-1985 અને પેસ્ટીસાઈડ એકટ મુજબ જરૂરી લાયકત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવામાં આવેલ છે.

અરજી પત્રક/ફોર્મ નિગમના જિલ્લા મથકના એગ્રો સર્વિસ સેન્ટર ખાતેથી તેમજ નિગમની વડી કચેરી ખાતેથી ઓફીસ સમય દરમ્યાન આપવામાં આવનાર છે. ઉપરાંત નિગમની વેબસાઇટ www.gaic.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે અને 27 સપ્ટેમ્બર ફોર્મ નિગમની વડી કચેરી જિલ્લા મથકના એગ્રો સર્વિસ સેન્ટર ખાતે પરત કરવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande