બાંગ્લાદેશ- ઢાકામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી ગઈ, અત્યાર સુધીમાં 29 લોકોના મોતની પુષ્ટિ થઈ
ઢાકા,નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર ( હિ.સ.) બાંગ્લાદેશની કોરોટા નદીમાં, રવિવારે શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ ડ
બાંગ્લાદેશ- ઢાકામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી ગઈ, અત્યાર સુધીમાં 29 લોકોના મોતની પુષ્ટિ થઈ


ઢાકા,નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર ( હિ.સ.) બાંગ્લાદેશની કોરોટા નદીમાં, રવિવારે શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ ડૂબી જતાં મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો છે. ફાયર સર્વિસના ત્રણ ડાઇવિંગ યુનિટ, સોમવારની વહેલી સવારથી બચાવ અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

આ તમામ ભક્તો બોટ દ્વારા, દુર્ગા પૂજા ઉત્સવ માટે બોડેશ્વરી મંદિર જઈ રહ્યા હતા, પરંતુ બોટમાં ભીડ હોવાથી હોડી પલટી ગઈ હતી.

દૈનિક ઢાકા ટ્રિબ્યુનના જણાવ્યા અનુસાર, પંચગઢના બોડા ઉપજિલ્લામાં કોરોટા નદીમાં રવિવારે, એક હોડી પલટી જતાં મૃત્યુઆંક વધીને 29 થયો હતો. જો કે હજુ ચાર નવા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. પોતાના પ્રિયજનોની શોધમાં નદી કિનારે પહોંચેલા, મોટી સંખ્યામાં લોકો ત્યાં ચાલી રહેલા બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે, ‘અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો લાપતા છે.’

રવિવારે બપોરે લગભગ 2.30 વાગ્યે, મહાલયના અવસર પર બધેશ્વર મંદિરે જતી વખતે, મહિલાઓ અને બાળકો સહિત લગભગ 60-70 મુસાફરોને લઈને જતી બોટ, પલટી ગઈ હતી. જે બાદ કેટલાક લોકોએ તરીને પોતાની જાતને બચાવી લીધી હતી. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, લગભગ બમણા મુસાફરોને સમાવી લેવામાં આવ્યા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો.

દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ અને વડાપ્રધાન શેખ હસીનાએ, સ્થાનિક અધિકારીઓને મૃતકોના પરિવારજનોને વળતર અને ઘાયલોને તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / માધવી


 rajesh pande