ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 86 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 86 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર


નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે તેના ઘટાડા બાદ તે આઠ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. હાલમાં ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ 86 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આમ છતાં જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં વૈશ્વિક મંદી વચ્ચે બ્રેન્ટ ક્રૂડ શરૂઆતના વેપારમાં 0.44 ટકા એટલેકે 0.38 ડોલર ઘટીને 85.77 ડોલર પ્રતિ બેરલ પર છે. તેવી જ રીતે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.33 ટકા એટલેકે 0.26 ડોલર વધીને 78.48 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. આમ છતાં, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 22 મેથી સ્થાનિક બજારમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. વાસ્તવમાં, રુસો-યુક્રેન યુદ્ધની શરૂઆત પછી ક્રૂડ ઓઈલની કિંમત 139 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી, જે 2008 પછીનુ સર્વોચ્ચ સ્તર હતુ.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / માધવી


 rajesh pande