નવસારી ખાતે મંત્રી નરેશ પટેલના અધ્યક્ષતામાં, રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરારપત્રો વિતરણ કાર્યક્રમ
- નવસારી જિલ્લાના 1600થી વધારે યુવાનોને રોજગાર નિમણુંક પત્ર અને 185થી વધુ યુવાનોને એપ્રેન્ટિસશીપ કરા
employment letter navsari


- નવસારી જિલ્લાના 1600થી વધારે યુવાનોને રોજગાર નિમણુંક પત્ર અને 185થી વધુ યુવાનોને એપ્રેન્ટિસશીપ કરારપત્રો વિતરણ કરવામા આવ્યા

નવસારી/અમદાવાદ,26 સપ્ટેમ્બર (હિ.સ.)યુવાનોને રોજગારીનીતક મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે રામજી મંદિર હોલ ખાતે ‘‘ રોજગાર એપ્રેન્ટિસશીપ નિમણુંક પ્રમાણ પત્ર વિતરણ કાર્યક્રમ આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

નવસારી જિલ્લાના 1600થી વધારે યુવાનોને રોજગાર નિમણુંક પત્ર અને 185થી વધુ યુવાનોને એપ્રેન્ટિસશીપ કરારપત્રો વિતરણ કરવામાં આવ્યા જે પૈકી પ્રતીકાત્મક રૂપે ઉમેદવારોને રોજગાર /એપ્રેન્ટિસ નિમણુંક પ્રમાણપત્રો મહાનુભવોની ઉપસ્થિતમાં સ્ટેજ પરથી આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, યુવાનોને તેમની સ્કીલ પ્રમાણે નોકરીની તક મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અનેક આઈ.ટી.આઈ. કોલેજનું નિર્માણ કરવામાં આવેલ છે સાથે રોજગાર ભરતી મેળાઓનું આયોજન વર્ષોથી કરવામાં આવી રહ્યા છે અને આજે નવરાત્રીના પ્રથમ નોરતાએ નવસારીના યુવાનોને નિમણુંક પત્ર એનાયત કરતા ખુબ ગર્વની ક્ષણ આપણા સૌ માટે છે.

તેમણે ઉમેર્યું કે, વર્ષોથી સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપવામાં ગુજરાત મોખરે રહ્યું છે. નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ થવાનું કામ રાજય સરકારે કર્યું છે. કેન્દ્ર સરકારે યુવાનો માટે રોજગારીની વિપુલ તકો પુરી પાડવા અને શિક્ષણકાર્ય પૂર્ણ થયા બાદ પોતાની ક્ષમતા મુજબ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરી શકે તે માટે સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવા મહત્વાકાંક્ષી અભિયાનોની શરૂઆત કરી છે.

આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈ જણાવ્યું હતું કે,નવરાત્રીના શુભ અવસરે સમગ્ર રાજ્યના 1.5 લાખથી પણ વધુ યુવાનોને રોજગારી નિમણુંક પત્રક આજે એનાયત કરવામાં આવી રહ્યા છે તે બતાવે છે કે ભારતમાં અન્ય રાજ્યની તુલનામા બેરોજગારી દર ઓછો છે. આ તબક્કે ધારસભ્યએ દરેક યુવાનને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગુજરાતના યુવાનો મક્કમતાપૂર્વક યોગદાન આપવાનો અનુરોધ ઉપસ્થિત યુવાનોને કર્યો હતો.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રતીકાત્મક રૂપે 17 યુવાનોને રોજગારીના નિમણુંક પત્રો આપવામા આવ્યા હત્યા સાથે નવસારી જિલ્લામા સૌથી વધુ રોજગારી આપનાર ઓધોગિક એકમોના સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, નવસારી રોજગાર કચેરી નિયામક મીનાક્ષી બહેન ચોહાણ,નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ, નવસારીના સંગઠન મંત્રી ભુરાભાઈ શાહ,નવસારી-બીલીમોરા-ગણદેવી આઈ.ટી.આઈ કોલેજના પ્રિન્સીપાલો,પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande