ઈરાનમાં હિજાબ વિરોધી ચળવળમાં 41ના મોત, 1200થી વધુની ધરપકડ
તેહરાન, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. હ
ઈરાનમાં હિજાબ વિરોધી ચળવળમાં 41ના મોત, 1200થી વધુની ધરપકડ


તેહરાન, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. હિજાબનો વિરોધ કરવા બદલ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મહસા અમીનીના મૃત્યુ બાદ શરૂ થયેલા આંદોલનમાં, અત્યાર સુધીમાં 41 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન 1200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ હિજાબ વિરોધી ચળવળને, બે અઠવાડિયા થશે. 13 સપ્ટેમ્બરના રોજ, મહિસા અમીની સહિત કેટલીક મહિલાઓને હિજાબ કાયદાનો અવગણના કરીને હિજાબ પહેરવાનો ઇનકાર કરવા બદલ તેહરાન મેટ્રો સ્ટેશનથી બહાર નીકળતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે, પોલીસે મહેસા અમીની સાથે મારપીટકરી હતી, જેના કારણે મહેસાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતુ. મહસા અમીનીના મૃત્યુ બાદ, ઈરાનમાં હિજાબ વિરોધી ચળવળ વધુ તીવ્ર બની હતી. કેટલીક સ્ત્રીઓએ જાહેરમાં તેમના વાળ કાપી નાખ્યા, જ્યારે અન્યોએ તેમના હિજાબ સળગાવી દીધા. પહેલા આ વિરોધ ઈરાનના કુર્દિશ વસ્તીવાળા વિસ્તારો પૂરતો સીમિત હતો, પરંતુ હવે તે દેશના 31 પ્રાંતોના 80થી વધુ શહેરોમાં પહોંચી ગયો છે. દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનો દરમિયાન સતત હિંસા થઈ રહી છે. આ હિંસામાં 41 લોકોના મોત થયા છે. પોલીસે દેશભરમાંથી 1200થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે.

બહેને ભાઈની કબર પર તેના વાળ કાપ્યા-

ઈરાનમાં હિંસા બાદ વિરોધમાં મહિલાઓ દ્વારા વાળ કાપવાની પ્રક્રિયા અટકી રહી નથી. હિંસામાં માર્યા ગયેલા ઈરાની નાગરિક જવાદ હૈદરીની બહેને, તેના ભાઈની કબર પર વાળ કાપીને ઈરાન સરકારની હિજાબ નીતિનો વિરોધ કર્યો હતો. જાવેદ હૈદરીને દફનાવવામાં આવતા, એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હૈદરીના મૃત્યુથી દુ:ખી મહિલાઓ તેની કબર પર ફૂલ ચઢાવતી જોવા મળે છે. જ્યારે હૈદરીની બહેન તેના વાળ કાપી ચડાવતી, ફૂલોથી ઢંકાયેલી કબર પર શોક કરતી, શોકાતુર સ્ત્રીઓ તેની પાછળ ઊભી છે.

ફ્રાન્સમાં પ્રદર્શન, લંડનમાં ધરપકડ-

ઈરાનમાં હિજાબની અનિવાર્યતાને લઈને, વિશ્વભરમાં વિરોધના અવાજો ઉઠી રહ્યા છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ફરજિયાત હિજાબના વિરોધમાં દેખાવો યોજાયા હતા. આ દરમિયાન પ્રદર્શન ઉગ્ર બની ગયું હતું અને પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પેરિસમાં ઈરાની દૂતાવાસ તરફ કૂચ કરી રહેલા દેખાવકારોને રોકવા માટે, પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. બાદમાં દંગા વિરોધી દળોને તૈનાત કરીને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. બ્રિટનની રાજધાની લંડનમાં મોટી સંખ્યામાં લોકોએ ઈરાનની હિજાબ નીતિ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. રોષે ભરાયેલા લોકોએ ઈરાની દૂતાવાસ પર હુમલો કર્યો. આમાંના ઘણા લોકોની અંગ્રેજ પોલીસે ધરપકડ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ મિશ્ર / માધવી


 rajesh pande