નાણાકીય વર્ષ 2022-23 માટે, એસએનપીની આર્થિક વૃદ્ધિનુ અનુમાન 7.3 ટકા
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી એસએનપીએ નાણાકીય વર્ષ 2022-23માં, ભારતનો આર્થિ
નાણાકીય વર્ષ 2022-23 માટે, એસએનપીની આર્થિક વૃદ્ધિનુ અનુમાન 7.3 ટકા


નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી એસએનપીએ નાણાકીય વર્ષ 2022-23માં, ભારતનો આર્થિક વિકાસ દર 7.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ સાથે રેટિંગ એજન્સીએ કહ્યું કે,” 2022ના અંત સુધીમાં મોંઘવારી દર, 6 ટકાથી ઉપર રહી શકે છે.”

એસએનપી એ સોમવારે જાહેર કરેલા એશિયા પેસિફિક માટેના, આર્થિક અનુમાનમાં જણાવ્યું હતું કે,” આગામી વર્ષે ભારતના આર્થિક વિકાસને, સુધરેલી સ્થાનિક માંગ દ્વારા ટેકો મળશે.” રેટિંગ એજન્સીએ કહ્યું કે,” અમે ચાલુ નાણાકીય વર્ષ માટે, જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 7.3 ટકા અને આગામી નાણાકીય વર્ષ માટે 6.5 ટકા પર જાળવી રાખ્યું છે.” જો કે, એસએનપી કહે છે કે નુકસાનનું જોખમ રહેલું છે.

વાસ્તવમાં, વૈશ્વિક મંદી, ઉચ્ચ ફુગાવો અને વધતા નીતિગત વ્યાજ દરો વચ્ચે, અન્ય રેટિંગ એજન્સીઓએ પણ ભારતના જીડીપી વૃદ્ધિ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં, ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના આર્થિક વૃદ્ધિ અનુમાનને અગાઉના 7.8 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ પણ તેનું અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યું છે. એ જ રીતે, એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) એ તેનું અનુમાન, 7.5 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું છે.

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) નાણાકીય વર્ષ 2022-23 (એપ્રિલ-માર્ચ)માં, ભારતીય અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત, તાજેતરમાં દેશના મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) વી. અનંત નાગેશ્વરે પણ, ચાલુ નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી


 rajesh pande