હરમનપ્રીત કૌર સ્પોર્ટ્સ બ્રાન્ડ પુમા ઈન્ડિયાની, બ્રાન્ડ એમ્બેસેડર બની
નવી દિલ્હી,30 જાન્યુઆરી (હિ.સ.) સ્પોર્ટ્સ બ્રાન્ડ પુમા ઈન્ડિયાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હર
ક્રિકેટ


નવી દિલ્હી,30 જાન્યુઆરી (હિ.સ.) સ્પોર્ટ્સ બ્રાન્ડ પુમા ઈન્ડિયાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને, તેની નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે.

પુમા ઈન્ડિયા અને સાઉથ ઈસ્ટ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે જે સાહસિક અને ઉગ્ર રીતે ક્રિકેટ રમે છે, તે અમારી બ્રાન્ડ માટે યોગ્ય છે. એક બ્રાન્ડ તરીકે, પુમા હંમેશા તેના સમય કરતાં આગળ છે અને રમતગમતમાં મહિલાઓને સમર્થન, ઉજવણી અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. આ સમજૂતી એ દિશામાં એક મોટું પગલું છે.”

આ હસ્તાક્ષર સાથે, હરમનપ્રીત પુમાના વિરાટ કોહલી, કેએલ રાહુલ, કરીના કપૂર ખાન, યુવરાજ સિંહ, સુનીલ છેત્રી અને તાજેતરમાં હાર્ડી સંધુ અને અનુષ્કા શર્મા જેવા રાજદૂતોના રોસ્ટરમાં જોડાઈ ગઈ છે.

વિશ્વમાં કોન્ટ્રાક્ટ પર ચોથી સૌથી ઝડપી મહિલા ટી-20 સદી ફટકારનાર હરમનપ્રીતે કહ્યું, “ઘણા લોકોને ખબર નથી કે મેં 2013માં પુમા બૂટ પહેરીને, મારી પ્રથમ વન ડે સદી ફટકારી હતી. જે મને મારા શરૂઆતના વર્ષોમાં, બ્રાન્ડ દ્વારા સમર્થન આપવાના પરિણામે મળી હતી. હવે બરાબર એક દાયકા પછી મને પુમાના ચહેરા તરીકે પસંદ કરવામાં આવી છે. પુમા જેવી બ્રાન્ડને ભારતીય મહિલા ક્રિકેટ,ના વિકાસને ટેકો આપતી જોઈને આનંદ થાય છે. પ્રગતિને એકીકૃત કરવા માટે આ મહત્વપૂર્ણ છે. આ તો માત્ર શરૂઆત છે અને મને ખાતરી છે કે આ એસોસિએશન ઘણી વધુ મહિલાઓને, પ્રોત્સાહિત કરશે જેઓ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન ધરાવે છે.”

પુમા ઇંડિયા ભારતના રમતગમત અને જીવનશૈલી માર્કેટમાં તેની આગેવાની સ્થિતિને મજબૂત કરે છે, ડિસેમ્બર 2021 સુધીમાં રૂ. 2044 કરોડની આવક મેળવે છે. બ્રાન્ડે 2021માં 51 સ્ટોર ઉમેર્યા. ચાલુ નાણાકીય વર્ષમાં પુમા ભારતમાં અત્યાર સુધીમાં કુલ 450 એક્સક્લુઝિવ સ્ટોર્સ ધરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande