અદાણીના જવાબમાં હિંડનબર્ગનો વળતો જવાબ, ગ્રૂપ કંપનીઓના શેરમાં સતત ઘટાડો
નવી દિલ્હી, 30 જાન્યુઆરી (હિ.સ.) અદાણી જૂથ અંગે અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિંડનબર્ગના રિસર્ચ
અદાણીના જવાબમાં હિંડનબર્ગનો વળતો જવાબ, ગ્રૂપ કંપનીઓના શેરમાં સતત ઘટાડો


નવી દિલ્હી, 30 જાન્યુઆરી (હિ.સ.) અદાણી જૂથ અંગે અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ, શેરબજારમાં સતત વધઘટ ચાલુ છે. હિંડનબર્ગના રિપોર્ટની અસરને કારણે, અદાણી ગ્રુપના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ અહેવાલ બાદ અદાણી જૂથે 413 પેજમાં પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. હિન્ડેનબર્ગે પછી ફરી વળતો પ્રહાર કર્યો.

અદાણી જૂથની કંપનીઓના શેરમાં, સોમવારે શરૂઆતના વેપારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય કેટલીક ગ્રૂપ કંપનીઓના શેરમાં સતત ઘટાડો નોંધાયો હતો. ટ્રેડિંગ દરમિયાન બીએસઈ સેન્સેક્સ પર અદાણી ટોટલ ગેસના શેર 20 ટકા સુધી તૂટ્યા હતા. તે જ સમયે, અદાણી ગ્રીન એનર્જી 18.99 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી વિલ્મર પાંચ ટકા અને એનડીટીવીના શેર પાંચ ટકા સુધી ઘટ્યા હતા.

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે રવિવારે, અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચના આરોપોનો 413 પાનાનો જવાબ જારી કર્યો હતો. આ પછી આજે હિંડનબર્ગે પોતાના આરોપો પર અડગ રહીને કહ્યું કે,” અદાણી જૂથની છેતરપિંડી રાષ્ટ્રવાદથી ઢાંકી શકાય નહીં.” હિંડનબર્ગના વળતા હુમલા બાદ અદાણી ગ્રુપના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકા અને અદાણી પોર્ટ્સનો શેર 10 ટકા વધ્યો હતો. આમ છતાં ગ્રુપ કંપનીઓની માર્કેટ મૂડીમાં 4.17 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

નોંધનીય છે કે, હિંડનબર્ગ રિસર્ચે 106 પાનાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં અદાણી જૂથમાં અનેક ગંભીર ગેરરીતિઓના દાવા કરવામાં આવ્યા હતા. વળતો પ્રહાર કરતાં હિંડનબર્ગે અદાણી જૂથના આરોપને, પણ નકારી કાઢ્યો છે કે તેનો અહેવાલ ભારત પર હુમલો છે. હિન્ડેનબર્ગે કહ્યું છે કે, 'છેતરપિંડી' રાષ્ટ્રવાદ અથવા તેમાં લપેટાયેલી પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થઈ શકતી નથી.’

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / માધવી


 rajesh pande