માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહની, આગામી ઉમેદવારીની પુષ્ટિ થઈ
માલે (માલદીવ), નવી દિલ્હી, 30 જાન્યુઆરી (હિં.સ.) માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહની આગામી ઉમેદવારી
માલદીવ


માલે (માલદીવ), નવી દિલ્હી, 30 જાન્યુઆરી (હિં.સ.) માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહની આગામી ઉમેદવારી કન્ફર્મ થઈ ગઈ છે. તેઓ રવિવારે સત્તારૂઢ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીની રાષ્ટ્રપતિની પ્રાથમિક ચૂંટણીમાં વિજયી બન્યા છે.

માલદીવના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે, પ્રવર્તમાન રાષ્ટ્રપતિ પ્રાથમિક ચૂંટણીમાં ફરીથી ચૂંટણી જીત્યા હોય. સોલિહને પડકારનાર સંસદના સ્પીકર મોહમ્મદ નશીદ હતા. સોલિહે 2018માં, રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી


 rajesh pande