શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના એ ફરી ચૂંટણી લડવાની જાહેરાત કરી
કોલંબો, નવી દિલ્હી, 31 જાન્યુઆરી (હિ.સ.). શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના એ ફરી એકવા
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના એ ફરી ચૂંટણી લડવાની જાહેરાત કરી


કોલંબો, નવી દિલ્હી, 31 જાન્યુઆરી (હિ.સ.). શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના એ ફરી એકવાર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (એસએલએફપી) ના સમર્થનથી આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના એ મંગળવારે શ્રીલંકા ફ્રીડમ પાર્ટી ના મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા વર્ષ 2024 માં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 2015 થી 2019 સુધી શ્રીલંકા ના રાષ્ટ્રપતિ રહી ચુકેલા સિરીસેનાએ કહ્યું કે, તેઓ પોતાની વિરુદ્ધ કોઈ ષડયંત્ર થી ડરતા નથી. તેણે કહ્યું કે, તે કોઈપણ બાબતથી પાછળ નહીં હટશે. પોતે કોઈ ષડયંત્રથી ડરતા ન હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, તેઓ કાયદા અને અદાલતનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે, તે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી એસએલએફપી ના સમર્થનથી લડશે, પછી ભલે ગમે તેટલી મુશ્કેલી સર્જાય.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ મિશ્રા / માધવી


 rajesh pande