આઇએમએફએ ભારતનો આર્થિક વિકાસ દર, 6.1 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.
વોશિંગ્ટન,નવી દિલ્હી, 31 જાન્યુઆરી (હિ.સ.) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) એ આગામી નાણાકીય વર્ષ 2023
આઇએમએફએ ભારતનો આર્થિક વિકાસ દર, 6.1 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.


વોશિંગ્ટન,નવી દિલ્હી, 31 જાન્યુઆરી (હિ.સ.) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) એ આગામી નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.

આઇએમએફના અનુસાર, વર્તમાન મોંઘવારી દર 31 માર્ચ સુધીમાં 6.8 ટકાથી ઘટીને 5 ટકા થઈ શકે છે. આ પછી પણ, તેમાં ઘટાડો ચાલુ રહેશે, જે વર્ષ 2024 સુધીમાં ઘટીને 4 ટકા થઈ શકે છે. મંગળવારે જાન્યુઆરીનું 'વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક' જાહેર કરતા આઇએમએફએ કહ્યું કે,” વિશ્વના અન્ય દેશોની સાથે ભારતની અર્થવ્યવસ્થા પણ આગામી નાણાકીય વર્ષમાં હળવી મંદીનો સામનો કરી શકે છે.” આઇએમએફએ નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આઇએમએફએ તેના અહેવાલમાં વૈશ્વિક વૃદ્ધિ દર 2022માં 3.4 ટકાથી ઘટીને 2023માં 2.9 ટકા, 2024માં વધીને 3.1 ટકા થવાનો અંદાજ પણ વ્યક્ત કર્યો છે.

રિપોર્ટ અનુસાર, વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી સારી સ્થિતિમાં હશે. 2023માં અમેરિકાનો વિકાસ દર 1.4 ટકા રહેવાની ધારણા છે, જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા 0.6 રહેવાની ધારણા છે. ઉભરતા અને વિકાસશીલ એશિયામાં 2023 અને 2024માં અનુક્રમે 5.3 ટકા અને 5.2 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે. જોકે, 2022માં ચીનનો વિકાસ દર ઘટીને 4.3 ટકા પર આવી ગયો હતો.

આ સિવાય આઇએમએફએ વર્ષ 2023માં ચીનનો વિકાસ દર વધવાની આશા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, 2023માં ચીનનો વિકાસ દર વધીને 5.2 ટકા થવાની ધારણા છે, જે ગતિશીલતામાં ઝડપી સુધારો દર્શાવે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ચીફ ઈકોનોમિસ્ટ અને ડિરેક્ટર પિયર-ઓલિવિયર ગૌરીનચાસે જાન્યુઆરીના 'વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક'ને બહાર પાડતી વખતે આ માહિતી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / માધવી


 rajesh pande