નવી દિલ્હી, 1 ફેબ્રઆરી (હિ.સ.) બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે, તાજેતરમાં એકબીજા સાથે સાત ફેરા ફર્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
નવપરિણીત યુગલ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલનો, એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંનેએ 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીના ખંડાલા હાઉસમાં લગ્ન કર્યા હતા. ક્રિકેટરે ઈન્ટરનેટ પર, પોતાનો ખૂબ જ રોમેન્ટિક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પાર્ટીમાં આથિયાને કિસ કરતો જોવા મળી રહ્યો છે. લગ્ન બાદ આ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે.
કેએલ રાહુલે વીડિયો શેર કર્યો છે, પરંતુ કેપ્શન આપ્યું નથી. આના જવાબમાં અથિયાની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા રંજને લખ્યું, ‘લવ.’ એક ચાહકે કહ્યું,’ તમે બંનેને કોઈની નજર ના લાગે. તમે બંને હંમેશા મારા પ્રિય છો.’
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / માધવી