ધી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી માં નવનિયુક્ત થયેલા હોદ્દેદારોનો પરિચય તથા સન્માન સમારંભ
જૂનાગઢ,1 ફેબ્રઆરી(હિ. સ.) ધી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. જૂનાગઢ ની સને 2022-23 થી સને 2027
photo 


જૂનાગઢ,1 ફેબ્રઆરી(હિ. સ.) ધી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. જૂનાગઢ ની સને 2022-23 થી સને 2027-28 ના વર્ષમા પદાધીકારી તરીકે બીનહરીફ થયેલ ચેરમેન શ્રી સાગરભાઇ ડોલરભાઇ કોટેચા તેમજ વાઇસ ચેરમેન શ્રી વીજયસીહ મહીપતસીહ રાયજાદા કેર્શોદ તથા મેનેજીંગ ડીરેકટર તરીકે જ્યોતીભાઈ માકડનો સત્કાર સમારાંભ યોજવામા આવેલ.

ચેરમેન સાગરભાઇ કોટેચાએ અમદાવાદની પ્રતીનિત ધી અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદમા સીનીયર મેનેજરના ઉચ્ચ હોદ્દા પર છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. તેમનો બહોળો અનુભવ બેંકના સભાસદો,થાપણદારો, ધીરાણદારો તેમજ ગ્રાહકોને આધુનીક કોમ્પ્યુટરાઇઝ બેન્કીંગ કાયો વડે અવીરત મળતો રહેશે.

આ તકે સાગરભાઇ કોટેચાએ બોર્ડ તથા કર્મચારીઓના સમન્વયથી બેંક પ્રગતીના ઉચ્ચ સિખરો સર કરશે તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નવનિયુક્ત ડાયરેકર અભીવાદન કાર્યક્રમમા કમચારી મિત્રો, શુભેચ્છકો હાજર રહી શ્રી સાગરભાઇ કોટેચાને શુભેચ્છા પાઠવેલ. જ્યારે બેંકના સીઇઓ રાજેશ મારડીયાએ બેંકની વણથંભી ઉત્તરોત્તર પ્રગતિ થી માહિતગાર કરી આભાર વ્યક્ત કરેલ.

- હિન્દુસ્થાન સમાચાર / મુકેશ સખીયા


 rajesh pande