પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની અરજી પર, સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થશે
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી (હિ.સ.) સુપ્રીમ કોર્ટે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી મોકૂફ
ોગજગ


નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી (હિ.સ.) સુપ્રીમ કોર્ટે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી મોકૂફ રાખી છે. જસ્ટિસ એમ.આર.શાહના વડપણ હેઠળની ખંડપીઠે આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઈપીએસ ભટ્ટે જસ્ટિસ એમ.આર.શાહને તેમની સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણીમાંથી દૂર કરવાની માંગ કરી છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં દોષિત ઠરાવ સામેની સુનાવણી, જ્યાં સુધી વધારાના પુરાવા રજૂ કરવાની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં જણાવાયું છે કે,” હાલની પિટિશનનો વિષય, પહેલા જસ્ટિસ શાહ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ગુજરાત હાઈકોર્ટના જજ હતા.”

જામજોધપુરના રહેવાસી પ્રભુદાસ વૈષ્ણાનીના કસ્ટોડિયલ મૃત્યુ માટે, નવેમ્બર 1990માં ગુજરાતના જામનગરની સેશન્સ કોર્ટે, ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાત હાઈકોર્ટે તેમની સજા સ્થગિત કરવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આદેશ સામે સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

આ ઘટના કથિત રીતે નવેમ્બર 1990 માં કસ્ટોડીયલ યાતનાને કારણે પ્રભુદાસ માધવજી વૈષ્ણાનીના મૃત્યુ સાથે સંબંધિત છે. ભટ્ટ ત્યારે જામનગરમાં મદદનીશ પોલીસ અધિક્ષક હતા. સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓએ, ભારત બંધ દરમિયાન રમખાણોના આરોપમાં વૈષ્ણની સહિત લગભગ 133 લોકોની અટકાયત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સંજય / વીરેન્દ્ર / માધવી


 rajesh pande