સંસદમાં પાકિસ્તાની રક્ષા મંત્રીની કબૂલાત, 'અમે જ આતંકવાદના બીજ વાવ્યા'
ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી (હિ.સ.) પેશાવરની મસ્જિદમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના રક્
સંસદમાં પાકિસ્તાની રક્ષા મંત્રીની કબૂલાત, 'અમે જ આતંકવાદના બીજ વાવ્યા'


ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી (હિ.સ.) પેશાવરની મસ્જિદમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ, આતંકવાદના બીજ તેઓએ જ વાવવાની હકીકત સ્વીકારી લીધી છે. સંસદની અંદર આ કબૂલાત સાથે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે,” આવા હુમલા તો ભારતમાં કે ઈઝરાયેલમાં પણ થતા નથી.”

બે દિવસ પહેલા પેશાવરમાં એક મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં, 93 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મુદ્દે પાકિસ્તાની સંસદને સંબોધતા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, 'ભારત કે ઈઝરાયેલમાં પૂજા કરનારાઓ પર કોઈ હુમલા નથી થતા, પરંતુ પાકિસ્તાનમાં આવું થઈ રહ્યું છે'. તેમણે કહ્યું કે,’ હવે દેશે આતંકવાદ સામે એક થવું જોઈએ.’

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે, 'આપણે અમારા ઘરને વ્યવસ્થિત રાખવાની જરૂર છે'. તેમણે કહ્યું કે,’ વર્ષ 2010માં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર દરમિયાન, આ યુદ્ધ સ્વાતથી શરૂ થયું હતું અને વર્ષ 2017માં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની સરકાર દરમિયાન, તેનો અંત આવ્યો હતો અને કરાચીથી સ્વાત સુધી શાંતિ સ્થાપિત થઈ હતી.’

તેમણે કહ્યું કે,’ અગાઉની સરકારે આતંકવાદ પર કોઈ નિર્ણય લીધો ન હતો.’ આતંકવાદ ફેલાવવાની વાત સ્વીકારતા રક્ષા મંત્રીએ કહ્યું કે, 'હું વધારે નહીં કહું, માત્ર એટલું કહેવા માંગુ છું કે, અમે જ આતંકવાદના બીજ વાવ્યા હતા.'

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ મિશ્ર / માધવી


 rajesh pande