પાકિસ્તાનમાં આતંકવાદીઓએ, પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો
ઇસ્લામાબાદ,નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી (હિ.સ.) પેશાવરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શોકમાં ડૂબેલા પાકિસ્ત
આતંકવાદ


ઇસ્લામાબાદ,નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી (હિ.સ.) પેશાવરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શોકમાં ડૂબેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસે મંગળવારે રાત્રે મિયાંવાલી જિલ્લાના મકેરવાલ પોલીસ સ્ટેશનમાં ઘૂસેલા સશસ્ત્ર આતંકવાદીઓનો પીછો કર્યો હતો. પોલીસ મહાનિર્દેશકે આ પોલીસ સ્ટેશન પર આતંકી હુમલાની પુષ્ટિ કરી છે.

પંજાબના પોલીસ મહાનિર્દેશક ડો.ઉસ્માન અનવરે જણાવ્યું કે, 20થી 25 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. જો કે બંને તરફથી ભારે ગોળીબાર બાદ આતંકીઓ ભાગી ગયા હતા. ડો.ઉસ્માન અનવરે આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે એસએચઓને અભિનંદન પાઠવ્યા છે. હુમલા સમયે ડીપીઓ મિયાંવાલી પણ વધારાના ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક આત્મઘાતી બોમ્બરે, પેશાવરમાં પોલીસ લાઈન્સની બાજુમાં ભીડભાડવાળી મસ્જિદમાં પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ બ્લાસ્ટમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી


 rajesh pande