ઘઉંમાં ડૂંડી સુકાવી તે ફૂગ જન્યો રોગ નથી તેની સ્પષ્ટતા કરતા ઘઉં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક
જૂનાગઢ,૧ ફેબ્રઆરી(હિ.સ.) હાલમાં ઘણા ખેડૂતોના ઘઉંના પાકમાં ડૂંડી સુકાવાની ફરિયાદ ઉઠી રહી હતી. તેના અ
ph 


જૂનાગઢ,૧ ફેબ્રઆરી(હિ.સ.) હાલમાં ઘણા ખેડૂતોના ઘઉંના પાકમાં ડૂંડી સુકાવાની ફરિયાદ ઉઠી રહી હતી. તેના અનુસંધાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના ઘઉં સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. આઈ.બી કાપડિયાએ આ કથિત રોગનો તાગ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા.

ડો. આઈ.બી. કાપડીયાએ જૂનાગઢના વંથલી, મેંદરડા અને ગીર સોમનાથના કોડીનાર, સુત્રાપાડા વગેરે તાલુકાનું પ્રવાસ ખેડ્યો હતો. ખેડૂતો સાથે સંપર્ક સાધી અને તેમના ઘઉંના પાકનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઘઉંના પાકની ડુંડીઓ સુકાવવાનું ખરું કારણ છે ફ્રોસ્ટ ઇન્જરી છે એટલે કે, રાત્રિ દરમિયાન તાપમાન ખૂબ નીચું જવાથી તેમજ ઘઉંની ડુંડી નિઘલ્યાં બાદ ઉપરથી રાસાયણિક ખાતર નાખવા કે છંટકાવથી ઘઉંના પાકને ઈંજરી થાય છે.

ઘઉંની ડૂંડી સુકાવી એ કોઈ ફ્યુંઝેરીયમ હેડ બ્લાઈટ જેવો કોઈ ફૂગ જન્ય રોગ નથી. જેથી બિનજરૂરી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં. તેમ જણાવતા ડો. આઈ. બી. કાપડિયાએ ખેડૂતોને ભલામણ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ડુંડી સુકાવાનો પ્રશ્ન સામાન્ય રીતે વહેલી પાકતી ઘઉંની જાતમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને GW -173 માં જોવા મળે છે.

- હિન્દુસ્થાન સમાચાર / મુકેશ સખીયા


 rajesh pande