સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 45માં હૃદય અને ફેફસાના દાનની 15મી ઘટના
સુરત, 18 માર્ચ(હિ. સ.). હિન્દૂ તળપદા કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ શૈશવ ગીરીશભાઈ પટેલ ઉ.વ 24ના પરિવારે
45માં હૃદય અને ફેફસાના દાનની 15મી ઘટના


સુરત, 18 માર્ચ(હિ. સ.). હિન્દૂ તળપદા કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ શૈશવ ગીરીશભાઈ પટેલ ઉ.વ 24ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષીમાનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોસંબાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અમદાવાદની K.D હોસ્પિટલમાં કરવામાં આવ્યું.લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. જયારે બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે.હૃદય સુરતની મહાવીર હોસ્પિટલ, ફેફસા, લિવર અને કિડની સમયસર અમદાવાદની K.D હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ પહોચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ.શૈશવ ગીરીશભાઈ પટેલની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારમાં તેમના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, બહેન નિધીનો તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ડોનેટ લાઈફ સંસ્થાએ તેનો આભાર માની ઋણ સ્વીકાર કર્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1089 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 454 કિડની, 194 લિવર, 8 પેન્ક્રીઆસ, 45 હૃદય, 30 ફેફસાં, 4 હાથ અને 354 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1000 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભાવેશ ત્રિવેદી


 rajesh pande