કિરણ જ્યોર્જ થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો
બેંગકોક, નવી દિલ્હી, 1 જૂન (હિ.સ.) ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી કિરણ જ્યોર્જે થાઈલેન્ડ ઓપન સુપર 500
કિરણ જ્યોર્જ થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો


બેંગકોક, નવી દિલ્હી, 1 જૂન (હિ.સ.) ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી કિરણ જ્યોર્જે થાઈલેન્ડ ઓપન સુપર 500 ટૂર્નામેન્ટની, ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવા માટે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યુ છે. ગુરુવારે, કિરણે છેલ્લા 16માં બીજા ઉચ્ચ ક્રમાંકિત મલેશિયા ઓપનના રનર-અપ, વેંગ હોંગ યાંગને સીધા સેટમાં 21-11, 21-19 થી હરાવ્યો હતો. મેચ 39 મિનિટ સુધી ચાલી હતી.

બુધવારે જ્યોર્જે ચીનના વર્લ્ડ નંબર 9, શી યુ કયુંઈને સીધી ગેમમાં હરાવીને તેની કારકિર્દીની સૌથી મોટી મેચ જીતી હતી.

જ્યોર્જ શુક્રવારે અંતિમ આઠમાં, હોંગકોંગના એનજી કા લોંગ એંગસ અને ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ વચ્ચેની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચના વિજેતા સાથે ટકરાશે.

બીજી તરફ અશ્મિતા ચલિહાને, સ્પેનની બેડમિન્ટન સ્ટાર કેરોલિના મારિન સામે 18-21, 13-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી/હર્ષ શાહ


 rajesh pande