સરફા બજાર - સોનાની ચમક વધી, ચાંદીનો ભાવ 72 હજારની સપાટી વટાવી ગયો
નવી દિલ્હી, 02 જૂન (હિ. સ.) સતત છ કારોબારી દિવસો સુધી ઘટાડાનો સામનો કર્યા પછી, શુક્રવારે સ્થાનિક સરા
બઝાર


નવી દિલ્હી, 02 જૂન (હિ. સ.) સતત છ કારોબારી દિવસો સુધી ઘટાડાનો સામનો કર્યા પછી, શુક્રવારે સ્થાનિક સરાફા બજારમાં સોનું સકારાત્મક નોંધ પર રહ્યું. સોની માર્કેટમાં આજની તેજીના કારણે, સોનાની સ્થિતિમાં ફરી એકવાર સુધારો થવાની આશા છે. આજના વધારાને કારણે ચાંદી રૂ.72 હજાર પ્રતિ કિલોના સ્તરને પાર કરવામાં સફળ રહી હતી.

આજના કારોબારમાં સોનામાં 165 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ આજે કિલોદીઠ રૂ. 1,000થી વધુની મજબૂતાઈ નોંધાઈ છે. બજારમાં ઉછાળાને કારણે સોનાએ આજના કારોબારમાં 60,322 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચીને કારોબાર શરૂ કર્યો. એ જ રીતે ચાંદીએ પણ આજે કિલોદીઠ રૂ.72,376ની સપાટી હાંસલ કરી હતી.

આજના કારોબારમાં, ચાંદી (999) પ્રતિ કિલોગ્રામ રૂ. 1,004 મજબૂત થઈ. આજના લાભને કારણે, ચળકતી ધાતુની કિંમત પાછલા ટ્રેડિંગ દિવસે એટલે કે, ગુરુવારે રૂ. 71,372 પ્રતિ કિલોગ્રામની છેલ્લી બંધ કિંમતથી વધીને રૂ. 72,376 પ્રતિ કિલો (કામચલાઉ) થઈ ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / સુનીત / ડો. હિતેશ /માધવી


 rajesh pande