મુંબઈમાં, મહેન્દ્ર સિંહ ધોનીના, ઘૂંટણની સર્જરી
નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.) ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને પાંચમી વખત, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નો
સામપ


નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.) ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને પાંચમી વખત, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નો ખિતાબ જીતાડનાર મહેન્દ્ર સિંહ ધોનીના, ડાબા ઘૂંટણની ગુરુવારે મુંબઈની એક હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.

ધોની સોમવારે આઈપીએલ ફાઈનલ બાદ, અમદાવાદથી મુંબઈ ગયો હતો અને જાણીતા સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન ડૉ. દિનશા પર્દીવાલાની સલાહ લીધી હતી. જેઓ બીસીસીઆઈ મેડિકલ પેનલમાં પણ છે અને રિષભ પંત સહિત અનેક ટોચના, ભારતીય ક્રિકેટરોનું ઑપરેશન કર્યું છે.

સીએસકેના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ધોનીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે રાંચી પરત ફર્યો છે. તેનું વ્યાપક પુનર્વસન શરૂ કરતા પહેલા, તે થોડા દિવસો માટે ઘરે આરામ કરશે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેની પાસે પૂરતો સમય હશે. આગામી આઈપીએલમાં રમવા માટે ફિટ થઈ જવા માટે.

ધોનીએ આઈપીએલની આખી સિઝન ડાબા ઘૂંટણમાં, ગંભીર તાણ સાથે રમી હતી. જો કે તે શાનદાર દેખાતો હતો, પરંતુ ઘણી વાર તે નંબર 8 પર બેટિંગ કરતો હતો અને વિકેટની વચ્ચે ઝડપથી દોડતો દેખાતો નહોતો. ટીમને તેમના પાંચમા આઈપીએલ ખિતાબ તરફ દોરી ગયા પછી, જોકે, ધોનીએ કહ્યું હતું કે,” જો તેનું શરીર તેની પરવાનગી આપશે તો તે ચાહકો માટે ઓછામાં ઓછી વધુ એક સિઝન માટે પરત ફરશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande