રાષ્ટ્રપતિ જો બાઈડેન,અમેરિકી વાયુસેનાના દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પર, ડગમગાતા પડી ગયા
કોલરાડો, નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અહીં અમેરિકી વાયુસેનાના દીક્ષાંત સમ
અમેરિકા


કોલરાડો, નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અહીં અમેરિકી વાયુસેનાના દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પર, લથડાતા પડી ગયા. હાજર સૈનિકોએ તેમને સંભાળ્યા, જોકે બાઈડેનને ઈજા થઈ નથી.

ડિગ્રી વિતરણ કાર્યક્રમ દરમિયાન, આ ઘટના બની હતી. છેલ્લા કેડેટને પદવી એનાયત કર્યા બાદ રાષ્ટ્રપતિ પોતાની બેઠક પર પાછા જઈ રહ્યા હતા. આ દરમિયાન સંતુલન ગુમાવવાને કારણે તે ડગમગાઈ ગયા અને પડી ગયા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. બાઈડેન કોઈની મદદ વિના હસતા આગળ વધતા જોવા મળ્યા હતા. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે,” રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે ઠીક છે.”

બાઈડેને ભાષણ આપ્યું હોવાના અહેવાલ છે. તેમજ દોઢ કલાકથી વધુ સમય સુધી ડીગ્રીઓનું વિતરણ કર્યું હતું. તેના પછી પોતાના સ્થાને પર જતા સમયે, આ ઘટના બની હતી. જો કે તેઓ પોતાના હાથના સહારે ઉભા થઈ ગયા હતા. આ દરમિયાન સિક્રેટ સર્વિસના એજન્ટો ત્યાં પહોંચ્યા હતા. બાઈડેને કહ્યું છે કે,” કંઈક માર્ગમાં આવ્યું હતું. ઉઠ્યા પછી તે કોઈ વસ્તુ તરફ ઈશારો કરી રહ્યો હતો.”

કાર્યક્રમના સ્થળ પર રેતીની થેલીઓ, મુકવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે,” તે એક થેલી સાથે અથડાઈને પડી ગયા હતા. બાઈડેન 80 વર્ષના છે. તેમના સ્વાસ્થ્યને લઈને વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. તેઓ ફરીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / મુકુંદ / માધવી


 rajesh pande