રિયલ મેડ્રિડના સ્ટાર ફૂટબોલર કરીમ બેન્ઝેમાને, માર્કા લેયેન્ડા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
મેડ્રિડ, નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.) રિયલ મેડ્રિડના દિગ્ગજ ખેલાડી કરીમ બેન્ઝેમાને શુક્રવારે તેની શાનદ
િહૂ


મેડ્રિડ, નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.) રિયલ મેડ્રિડના દિગ્ગજ ખેલાડી કરીમ બેન્ઝેમાને શુક્રવારે તેની શાનદાર કારકિર્દી માટે માર્કા લેયેન્ડા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિયલ મેડ્રિડના કેપ્ટન બેન્ઝેમા રીમ લેમડિરિડના સુવર્ણ ઇતિહાસનો, અભિન્ન હિસ્સો બની ગયા છે. રિયલ કેસિનો ડી મેડ્રિડ ખાતે આયોજિત એક સમારોહમાં તેને એવોર્ડ મળ્યો હતો. બેન્ઝેમાએ અત્યાર સુધીમાં 647 મેચ રમી છે. જેમાં તેણે 353 ગોલ કર્યા છે અને 165 ગોલમાં મદદ કરી છે.

2009 માં ક્લબમાં જોડાયા ત્યારથી, બેન્ઝેમાએ રિયલ મેડ્રિડના ખેલાડી તરીકે 25 ટાઇટલ જીત્યા છે. છેલ્લા એક દાયકામાં લોસ બ્લેન્કોસે જે સફળતાનો આનંદ માણ્યો છે તેમાં બેન્ઝેમાનો મહત્વનો ફાળો રહ્યો છે.

સ્થાનિક રીતે તેઓએ 5 ક્લબ વર્લ્ડ કપ, 4 યુરોપિયન સુપર કપ, 4 લા લીગા ટાઇટલ, 3 કોપાસ ડેલ રે અને 4 સ્પેનિશ સુપર કપ જીત્યા છે.

2022ની ઐતિહાસિક સિઝન પછી બેન્ઝેમા બેલોન ડી'ઓર વિજેતા બન્યા. તેમને યુઈએફએ પ્લેયર ઓફ ધ યર તરીકે પણ મત આપવામાં આવ્યો.

ગયા વર્ષે, બેન્ઝેમા રિયલ મેડ્રિડના ઈતિહાસમાં બીજો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો જ્યારે તેણે ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટ સામે ગોલ કર્યો હતો.

તેણે 1994 અને 2010 વચ્ચે રાઉલના 323 ગોલના રેકોર્ડને પાછળ છોડી દીધો. હવે આ યાદીમાં માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જ તેનાથી આગળ છે. પોર્ટુગીઝ સ્ટ્રાઈકર રોનાલ્ડો કારકિર્દીમાં 451 ગોલ સાથે ટોચ પર છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / ડો. હિતેશ /માધવી


 rajesh pande