'ટાઈગર-3'ના શૂટિંગનો લીક થયો વીડિયો, શાહરૂખ-સલમાનનો લૂક થયો વાયરલ
નવી દિલ્હી, 2 જૂન(હિ. સ.) અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મો ખૂબ જ ચર્ચામાં છે. તેના ફેન્સ ઘણા મહિનાઓથ
ફિલ્મ


નવી દિલ્હી, 2 જૂન(હિ. સ.) અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મો ખૂબ જ ચર્ચામાં છે. તેના ફેન્સ ઘણા મહિનાઓથી 'ટાઈગર-3'ની રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી જ તેના ચાહકોનું ધ્યાન આ ફિલ્મ તરફ ખેંચાયું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સલમાન ખાન સાથે કેમિયો કરતો જોવા મળશે. 'ટાઈગર-3'ના શૂટિંગ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે.

વાયરલ વીડિયોમાં, પહેલા સલમાન ખાન અને પછી શાહરૂખ ખાન જોવા મળે છે. લાંબા વાળ અને હલકી દાઢી સાથે શાહરૂખ ખાન પઠાણ લુકમાં જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાને બ્રાઉન ટી-શર્ટ અને બ્લેક કાર્ગો પેન્ટ પહેર્યું છે અને તેના ચહેરા પરના ઉઝરડા સૂચવે છે કે, આ એક એક્શન સીન છે. સલમાન ખાન બ્રાઉન ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને બોલ્ડ સ્ટાઈલમાં ચાલતો જોવા મળે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે,” 'ટાઈગર-3'ના મેકર્સ શાહરૂખ-સલમાનના એક્શન સીન માટે 30 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરશે.” મેકર્સે હજુ સુધી આ શૂટિંગ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. 'ટાઈગર-3'ને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે.

2012માં રિલીઝ થયેલી સલમાનની 'એક થા ટાઈગર', ત્યાર બાદ 2017માં 'ટાઈગર ઝિંદા હૈ' આવી. હવે આ 'ટાઈગર' સિરીઝનો ત્રીજો ભાગ પ્રદર્શનના માર્ગે છે. ફિલ્મ 'ટાઈગર' પણ યશરાજ ફિલ્મ્સની 'સ્પાય યુનિવર્સ'નો એક ભાગ છે. 'ટાઈગર-3' દિવાળીના અવસર પર દર્શકોની સામે આવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનિત / માધવી


 rajesh pande