ઈન્ડિગો, આફ્રિકા અને મધ્ય એશિયાના, છ સ્થળો માટે ફ્લાઈટ શરૂ કરશે
નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) એરલાઇન્સ કંપની ઇન્ડિગો છ નવા સ્થળો માટે તેની સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે. ઈન્ડ
ઈન્ડિગો, આફ્રિકા અને મધ્ય એશિયાના, છ સ્થળો માટે ફ્લાઈટ શરૂ કરશે


નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) એરલાઇન્સ કંપની ઇન્ડિગો છ નવા સ્થળો માટે તેની સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે. ઈન્ડિગોની આ ફ્લાઈટ્સ આફ્રિકા સહિત નૈરોબી, તિબિલિસી, તાશ્કંદ અને મધ્ય એશિયાની હશે.

ઈન્ડિગોએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” કંપની જુલાઈ અથવા ઓગસ્ટના અંત સુધીમાં મોટા પાયે, આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યોજનાઓ શરૂ કરશે.” કંપનીએ કહ્યું કે,” શરૂઆતમાં કેન્યાના નૈરોબી અને ઈન્ડોનેશિયાના જકાર્તાને સીધી ફ્લાઈટ દ્વારા મુંબઈ સાથે જોડવામાં આવશે. આ પછી, તે ઓગસ્ટમાં તિબિલિસી (જ્યોર્જિયા) અને બાકુ (અઝરબૈજાન), સપ્ટેમ્બરમાં તાશ્કંદ (ઉઝબેકિસ્તાન) અને અલ્માટી (કઝાકિસ્તાન) થી સીધી ફ્લાઇટ્સ સાથે દિલ્હીને જોડશે.”

આ ફ્લાઈટ્સ શરૂ થયા પછી, ઈન્ડિગો એરલાઈન તેની કામગીરી દ્વારા કુલ 32 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી


 rajesh pande