પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 77 ડોલરની નજીક
નવી દિલ્હી, 03 જૂન (હિ. સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્
પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 77 ડોલરની નજીક


નવી દિલ્હી, 03 જૂન (હિ. સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને બેરલ દીઠ 77 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ 72 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર ના દરે ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના અંતિમ દિવસે શરૂઆતના વેપારમાં બ્રેન્ટ ક્રૂડ 1.85 ડોલર એટલેકે 2.49 ટકાના વધારા સાથે બેરલ દીઠ 76.13 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 1.64 ડોલર એટલેકે 2.34 ટકા વધીને બેરલ દીઠ 71.74 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande