સારા અને વિકી ની ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે
નવી દિલ્હી, 3 જૂન(હિ. સ.) વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' શુક્રવારે રિલીઝ થઈ
સારા અને વિકી ની ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે


નવી દિલ્હી, 3 જૂન(હિ. સ.) વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' શુક્રવારે રિલીઝ થઈ છે. વિકી અને સારા છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. બંનેના ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મને પહેલા દિવસે જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

ફિલ્મ જરા હટકે જરા બચકે વિવેચકોના મિશ્ર પ્રતિભાવો વચ્ચે આવી હતી, પરંતુ પ્રથમ દિવસે દર્શકો ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા હતા. ફિલ્મનું કુલ બજેટ 40 કરોડ રૂપિયા છે. આ રીતે આ ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. ફિલ્મે પહેલા દિવસે સારી કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે લગભગ 5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મને દર્શકોના પ્રતિસાદને જોતા વીકેન્ડની કમાણી નોંધપાત્ર રીતે વધી શકે છે. ઘણા ટ્રેડ વિશ્લેષકોનું પણ માનવું છે કે, આ ફિલ્મનો નાઈટ શો વધી શકે છે. આ પ્રાથમિક આંકડાઓ અને અંદાજો છે, પરંતુ સારા અને વિકીની ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/પવન / ડો. હિતેશ


 rajesh pande