ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ ના પહેલા ફેઝના કામગીરી માટે 176.70 કરોડની ઓફર
સુરત, 4 જૂન(હિ. સ.)-સુરતનું એક માત્ર હરવા ફરવાના સ્થળ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે લાંબા સમયથી આય
ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ ના પહેલા ફેઝના કામગીરી માટે 176.70 કરોડની ઓફર


સુરત, 4 જૂન(હિ. સ.)-સુરતનું એક માત્ર હરવા ફરવાના સ્થળ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે લાંબા સમયથી આયોજન થતું હતું. પરંતુ સી ફેઝ ડેવલપમેન્ટ માટેની જગ્યા પાલિકા, સરકારી અને ફોરેસ્ટ વિભાગની હોવાથી આયોજન શક્ય બન્યું ન હતી. પરંતુ સંકલન થતાં હવે પાલિકાને ડેવલપમેન્ટ માટે જગ્યા પણ મળવાનું શરુ થઈ જતાં હવે સી ફેઝ ડેવલપમેન્ટ ફાઇલ માંથી બહાર આવી રહ્યો છે અને હવે પહેલા તબક્કાના ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ ના પહેલા ફેઝના કામગીરી માટે 176.70 કરોડની ઓફર પણ પાલિકાને મળી ગઈ છે.

સુરતના ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે પાલિકાને ટીપી સ્કીમ હેઠળ 1.22 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા નો કબજો મળી ગયો છે. આ ઉપરાંત હાલમાં 120 મીટરના ડી.પી. રોડ માટેની લાઈન દોરી પણ સૂચિત કરી દેવામાં આવી છે. આ જગ્યાએ ડીપી રસ્તા પૈકીની કેટલીક જગ્યાનો કબજો પણ પાલિકાને મળી ગયો છે જેના કારણે પહેલા તબક્કાના સી ફેઝ ડેવલપમેન્ટ માટે નો પાલિકાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે.

સુરત પાલિકાએ પહેલા તબક્કાના સી ફેઝ ડેવલપમેન્ટ માટે પાલિકાએ વિકાસની કામગીરી માટે 137 કરોડનો અંદાજ નક્કી કર્યો હતો. પાલિકાએ આ માટે ટેન્ડર જાહેર કર્યા બાદ હાલમાં પાલિકાને પહેલા તબક્કાના પ્રોજેક્ટ માટે 176.70 કરોડની ઓફર મળી છે.

સુરત પાલિકા તંત્ર અને પદાધિકારીઓ સાથે ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે ઉત્સુક છે તેના કારણે હવે ફાઈલમાં દબાયેલો આ પ્રોજેક્ટ તબક્કાવાર આગળ વધી રહ્યો છે. પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાંથી બે એજન્સી ની ઓફર મળી છે. જેમાં વડોદરાની ક્યુબ કન્સ્ટ્રક્શને પાલિકાએ 184.45ક કરોડની ઓફર કરી છે જ્યારે સુરતની એમ.બી. બાબરીયાએ પાલિકાને લોએસ્ટ ઓફર એટલે 176.70 કરોડની ઓફર કરી છે.

હિન્દુસ્થાન સમાચાર/યજુવેન્દ્ર દુબે/बिनोद


 rajesh pande