દેશના 88 ટકા કામદારોને મે સુધીમાં, આધાર પેમેન્ટ બ્રિજ સિસ્ટમ દ્વારા ચૂકવણી
નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) લાભાર્થી દ્વારા બેંક એકાઉન્ટ નંબરમાં વારંવાર ફેરફાર તેમજ સંબંધિત પ્રોગ્રામ
દેશના 88 ટકા કામદારોને મે સુધીમાં, આધાર પેમેન્ટ બ્રિજ સિસ્ટમ દ્વારા ચૂકવણી


નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) લાભાર્થી દ્વારા બેંક એકાઉન્ટ નંબરમાં વારંવાર ફેરફાર તેમજ સંબંધિત પ્રોગ્રામ ઓફિસર દ્વારા, નવા એકાઉન્ટ નંબરને અપડેટ ન કરવાને કારણે સંબંધિત બેંક શાખા દ્વારા ઘણા પગાર ચુકવણી વ્યવહારોને નકારી કાઢવામાં આવે છે. કારણ કે લાભાર્થીએ સમયસર નવો એકાઉન્ટ નંબર આપ્યો ન હતો. તે કેન્દ્ર સરકારના ધ્યાન પર લાવવામાં આવ્યો છે.

વિવિધ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી, આવા ઇનકારને ટાળવા માટે, એબીપીએસ એ, પ્રત્યક્ષ લાભાર્થી ટ્રાન્સફર દ્વારા વેતન ચૂકવવાનો શ્રેષ્ઠ માર્ગ હોવાનું જણાયું છે. આનાથી લાભાર્થીઓને તેમનો પગાર સમયસર મેળવવામાં મદદ મળશે.

એકવાર યોજનાના ડેટાબેઝમાં આધાર નંબર, અપડેટ થઈ જાય પછી, લાભાર્થીને સ્થાન બદલવા અથવા બેંક ખાતામાં ફેરફારને કારણે વારંવાર તેનો એકાઉન્ટ નંબર અપડેટ કરવાની જરૂર નથી. રકમ સીધી તે એકાઉન્ટ નંબર પર જમા થશે જેની સાથે આધાર નંબર લિંક છે. જો લાભાર્થી પાસે એક કરતાં વધુ બેંક ખાતા હોય, જે મનરેગાના સંદર્ભમાં ભાગ્યે જ બને છે, તો લાભાર્થી પાસે તેનું બેંક ખાતું પસંદ કરવાનો વિકલ્પ હોય છે.

જ્યાં આધાર નંબર ડીબીટી એટલે કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સાથે જોડાયેલ હોય ત્યાં સફળતાની ટકાવારી 99.55 ટકા જેટલી ઊંચી છે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર. જ્યાં એકાઉન્ટ-આધારિત ચુકવણી વ્યવહારો કરવામાં આવે છે, ત્યાં સફળતા દર 98 ટકા છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ, એબીપીએસ સિસ્ટમ 2017 થી લાગુ કરવામાં આવી રહી છે. દરેક પુખ્ત વયના લોકોને સાર્વત્રિક આધાર નંબર પ્રદાન કર્યા પછી, હવે ભારત સરકારે યોજના હેઠળ લાભાર્થીઓને એબીપીએસ સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. જે ખાતાઓ એબીપીએસ સાથે જોડાયેલા છે, તેઓને એબીપીએસ દ્વારા જમા થયેલો પગાર મળશે. જેનો અર્થ છે કે પગાર જમા કરવાનો તે સૌથી સુરક્ષિત અને ઝડપી રસ્તો છે.

14.28 કરોડ સક્રિય લાભાર્થીઓમાંથી 13.75 કરોડ લાભાર્થીઓ આધાર સાથે જોડાયેલા છે. તેમાંથી 12.17 કરોડ આધાર જોડાણને અધિકૃત કરવામાં આવ્યા છે. આમાંથી 77.81 ટકા લાભાર્થીઓ પહેલેથી જ એબીપીએસ માટે પાત્ર છે. મે 2023 ના મહિનામાં, યોજનાના વેતનના 88 ટકા એબીપીએસ દ્વારા વિતરિત કરવામાં આવ્યા છે.

યુઆઇડીએલએના ડેટા અનુસાર, દેશમાં 98 ટકાથી વધુ પુખ્ત વયના લોકો પાસે આધાર નંબર છે. જો કોઈ વ્યક્તિને આધાર નંબર જોઈતો હોય, તો તે સંબંધિત સક્ષમ એજન્સીનો સંપર્ક કરીને અથવા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને તે મેળવી શકે છે.

દેશના તમામ રાજ્યોને એબીપીએસ સિસ્ટમના 100 ટકા અમલીકરણના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે શિબિરો યોજવા તેમજ લાભાર્થીઓને ફોલોઅપ કરવા વિનંતી કરવામાં આવી છે.

મંત્રાલયે તમામ રાજ્યોને સ્પષ્ટ કરી દીધું છે કે,” જે લાભાર્થી કામ માંગવા આવે છે તેને આધાર નંબર આપવા માટે વિનંતી કરવામાં આવે પરંતુ જો તે તેમ ન કરે તો તેને તેના આધારે કામ આપવાનો ઇનકાર ન કરવો જોઈએ.

જો લાભાર્થી કામ માંગતો નથી, તો તે કિસ્સામાં એબીપીએસ માટેની તેની પાત્રતાની સ્થિતિ કામની માંગને અસર કરશે નહીં.

જોબ કાર્ડ એ આધાર પર રદ કરવામાં આવશે નહીં કે કાર્યકર એબીપીએસ માટે પાત્ર નથી.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના માંગ આધારિત યોજના છે અને તે વિવિધ આર્થિક પરિબળોથી પ્રભાવિત છે.

હિન્દુસ્થાન સમાચાર/ માધવી


 rajesh pande