ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 288 નહીં પરંતુ 275 છે: મુખ્ય સચિવ
ભુવનેશ્વર, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ રવિવારે જણાવ્યું હતું કે, બાલ
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 288 નહીં પરંતુ 275 છે: મુખ્ય સચિવ


ભુવનેશ્વર, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ રવિવારે જણાવ્યું હતું કે, બાલાસોર જિલ્લાના બાહાનગા રેલવે સ્ટેશન પાસે ભીષણ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 288 નહીં, પરંતુ 275 છે. તેમણે કહ્યું કે, ગણતરીમાં ભૂલને કારણે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સાચી ન હતી. ઘણી તપાસ બાદ સાચો નંબર નક્કી કરવામાં આવ્યો છે.

મુખ્ય સચિવ જેનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અકસ્માત બાદ કેટલાક મૃતદેહોની બેવડી ગણતરી કરવામાં આવી હતી, પરંતુ હવે સંપૂર્ણ તપાસ બાદ બાલાસોરના જિલ્લા મેજિસ્ટ્રેટે અંતિમ રિપોર્ટ આપ્યો છે. તેમણે કહ્યું કે, 275 મૃતદેહોમાંથી 78 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને મૃતદેહો સંબંધીઓ ને સોંપવામાં પણ આવ્યા છે. વધુ 10 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે, જેને ટૂંક સમયમાં પરિજનોને સોંપવામાં આવશે. બાકીના મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

તેમણે કહ્યું કે, મૃતદેહોની ઓળખ કરવા અને સંબંધીઓને સોંપવા માટે ટોલ ફ્રી નંબર 18003450061 જારી કરવામાં આવ્યો છે. જે લોકો મૃતદેહોની ઓળખ કરવા આવી રહ્યા છે, તેઓ આ નંબર પર કોલ કરી શકે છે. સંબંધિત અધિકારીઓ તેમને મદદ કરશે. તેમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો પડશે નહીં. રાજ્યના ખર્ચે આ મૃતદેહોને ગંતવ્ય સ્થાને મોકલવાનો નિર્ણય લેવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર/સમન્વય /પવન / માધવી


 rajesh pande