આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટડાઉન યોગાભ્યાસનું પાંડેસરામાં થયું આયોજન
સુરત, 4 જૂન(હિ. સ.)-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. સુરતમાં પણ યોગ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટડાઉન યોગાભ્યાસનું પાંડેસરામાં થયું આયોજન


સુરત, 4 જૂન(હિ. સ.)-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. સુરતમાં પણ યોગ દિવસની રાજયકક્ષાનાં કાર્યક્રમ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યોગ દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ અંતર્ગત આજે કેન્દ્રીય સંચાર બ્યૂરો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ ભારતી સ્કૂલ, પાંડેસરા ખાતે યોગાભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ મંડળનાં આબાલવૃદ્ધ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તા. 21 જૂન, 2023ના 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવશે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ બનેલા આ યોગદિવસ માટે દેશભરમાં કાઉન્ટડાઉન કાર્યક્રમો શરુ થઈ ગયા છે. ત્યારે કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ ભારતી સ્કૂલ, પાંડેસરા ખાતે આજે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરતનાં યોગ પ્રચારક નિશાબેન પંડ્યા, યોગ પ્રશિક્ષક ડૉ. પારૂલબેન પટેલ અને તેમના માર્ગદર્શન હેઠળ કાર્યરત વિવિધ યોગ મંડળનાં આબાલવૃદ્ધ સાધકોએ ઉપસ્થિત રહી આં. રા.યોગ દિવસનાં નિયમ પ્રમાણે સામાન્ય યોગ અભ્યાસ કર્યો હતો. સાધકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં વિવિધ આસનો તેમજ પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. તેમજ નિયમિત યોગ અભ્યાસથી થતાં ફાયદાઓ પણ જણાવ્યા હતા.

કાર્યક્રમનાં સમાપન પ્રસંગે સહભાગી દરેક સાધકને કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેન્દ્રીય સંચાર બ્યૂરોનાં ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/बिनोद


 rajesh pande