21 જુને આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી સુરતમાં થશે
સુરત, 4 જૂન(હિ. સ.)-આગામી ૨૧ જુને આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે. ડુમસ રોડ વ
21 જુને આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી સુરતમાં થશે


સુરત, 4 જૂન(હિ. સ.)-આગામી ૨૧ જુને આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે. ડુમસ રોડ વાય જંકશન પર ત્રણેય બાજુએ પાંચ કિલોમીટર સુધીના રસ્તા પર યોગની ઉજવણી થશે. આ કાર્યક્રમ સહિત અન્ય કાર્યક્રમો મળીને ૧.૨૫ લાખથી વધુ લોકો યોગ કરશે.

દર વર્ષે ૨૧ મી જુને આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણી થાય છે. આ વખતે રાજયકક્ષાની ઉજવણી સુરતમાં થવાની છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સેવા સદનમાં ખાસ બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, યોગદિનની ઉજવણી માત્ર ભારતમાં નહી વિશ્વભરમાં થઇ રહી છે. રાજયના દરેક નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે તે માટે સૌ કોઇ યોગમાં જોડાય તે જરૃરી છે.

સુરતમાં મેદાનના બદલે આઇકોનિક એવા વાય જંકશન પર ત્રણેય બાજુએ પાંચ કિલોમીટર સુધીના રસ્તા પર યોગની ઉજવણી કરાશે. સુરતથી એક મેસેજ સમ્રગ વિશ્વમાં પહોંચે અને ઘરે ઘરે લોકો યોગ કરતા થાય તે માટે કાર્ય કરવા તેમણે હિમાયત કરી હતી. બેઠકમાં ઇન્ચાર્જ કલેકટર, યોગ બોર્ડના ચેરમેન, જોઇન્ટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/बिनोद


 rajesh pande