કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો આરોપ- કેન્દ્ર સરકાર રેલ સુરક્ષાને, નજરઅંદાજ કરી રહી છે
નવી દિલ્હી, 04 જૂન (હિ. સ.) ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના બે દિવસ બાદ કોંગ્રેસે આ મુદ્દે કેન્દ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો આરોપ- કેન્દ્ર સરકાર રેલ સુરક્ષાને, નજરઅંદાજ કરી રહી છે


નવી દિલ્હી, 04 જૂન (હિ. સ.) ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના બે દિવસ બાદ કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ, સરકાર પર રેલવે સુરક્ષાની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષે એક નિવેદનમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરરોજ ટ્રેનોને લીલી ઝંડી આપવામાં વ્યસ્ત છે અને તેમને રેલવે સુરક્ષાની પરવા નથી. રેલવેમાં ઉપરથી નીચે સુધી દરેકની જવાબદારી નક્કી કરવી જરૂરી છે. જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકશે અને પીડિતોને ન્યાય મળશે.

ખડગે એ કહ્યું કે, આ સ્વતંત્ર ભારતનો સૌથી મોટો અને દર્દનાક ટ્રેન અકસ્માત છે. મોદી સરકાર 'પીઆર' પર વધુ ધ્યાન આપી રહી છે. તેમણે પૂછ્યું કે રેલવેમાં 3 લાખથી વધુ પદ ખાલી છે અને તે હજુ સુધી કેમ ભરવામાં આવ્યા નથી. ખડગેએ રેલવે બોર્ડના માનવ સંસાધનોની અછતનો સ્વીકાર કર્યો અને સિગ્નલ સિસ્ટમ વિશે પૂછ્યું કે, શા માટે રેલવે મંત્રાલયે તેનો અમલ કર્યો નથી. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષે સંસદીય સમિતિના અહેવાલ અને નિયનરેયક તથા ઓડિટર જનરલના રિપોર્ટને ટાંકીને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ઘણી ક્ષતિઓ સમયસર દૂર કરવામાં આવી નથી.

તેમણે કહ્યું કે, રેલવે સુરક્ષા આયોગ માત્ર 8 થી 10 ટકા અકસ્માતોની તપાસ કેમ કરે છે. 2017-18 થી 2020-21ની વચ્ચે, 10 માંથી લગભગ 7 ટ્રેન અકસ્માતો ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે થયા હતા. રાષ્ટ્રીય રેલવે સુરક્ષા આયોગના ભંડોળમાં 79 ટકાનો ઘટાડો કેમ કરવામાં આવ્યો? તેમણે કહ્યું કે, ભારતના રિસર્ચ ડિઝાઈન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવેલી સિસ્ટમને મોદી સરકારે 'કવચ' નામ આપ્યું છે, પરંતુ તે અત્યાર સુધી માત્ર 4 ટકા રૂટ પર જ કેમ લગાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ / સુનિત / ડો. હિતેશ /માધવી


 rajesh pande