વૃદ્ધાશ્રમના સંચાલકે કોમન પ્લોટ પર બાંધકામ કર્યુ, દાનની રકમ અંગત ઉપયોગ માટે લેવાતાની 4 સામે ફરિયાદ
સુરત, 4 જૂન(હિ. સ.)-સુરતમાં સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ ધમધમી રહી છે, ત્યારે ડીંડોલી વિસ્તારમાં વૃદ્ધાશ્ર
વૃદ્ધાશ્રમના સંચાલકે કોમન પ્લોટ પર બાંધકામ કર્યુ, દાનની રકમ અંગત ઉપયોગ માટે લેવાતાની 4 સામે ફરિયાદ


સુરત, 4 જૂન(હિ. સ.)-સુરતમાં સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ ધમધમી રહી છે, ત્યારે ડીંડોલી વિસ્તારમાં વૃદ્ધાશ્રમ અને મંદબુદ્ધિના લોકો માટેનો આશ્રમ ચલાવતા સંચાલક સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. જે અંતર્ગત સંચાલક અનિલ બાગલે અને તેના પરિવારના ચાર સભ્યો કોમન પ્લોટની જગ્યા પર ગેરકાયદે રીતે બાંધકામ કરીને વૃદ્ધાશ્રમ ચલાવવાની સાથે મળતા દાનની રકમ અંગત ઉપયોગ માટે લેતા હોવાની ફરિયાદ નોંધાય છે. જેના આધારે પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોમન પ્લોટ પર સેવાના કાર્યના નામે કબજાનો આરોપ

સંતોષ સુરવાડે નામના વ્યક્તિએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અનિલ બાગલે, ભારતી અનિલ બાગલે, રાજ બાગલે અને અન્ય રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત ડીંડોલીના મહાદેવ નગર 1 ખાતેના સીઓપીના કુલ 30 પ્લોટ પર કબજો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે કબજો કરી લોક કલ્યાણ વૃધ્ધાશ્રમ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. જે મુજબ સંતોષ સુરવડેએ સેવાના નામે કબજો કરનાર ચારેય સામે પોલીસ ફરિયાદ કરી છે.

અનિલ બાગલેએ ટ્રસ્ટના નામે ખોટી રીતે ભંડોળ એકઠું કરી બાંધકામ કર્યું હતું. આ ટ્રસ્ટમાં વૃદ્ધોની સેવાની જગ્યાએ તેમની પાસે સાફ-સફાઈ કરાવતો હતો. વૃદ્ધાશ્રમમાં આવતા ફંડ, ભંડોળ અને કરિયાણાનો ઉપયોગ તેના અને તેના સગા-સંબંધીઓ માટે કરતો હતો. કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી અરુણ પાટીલના વતન જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ તમામ બાબતે ડીંડોલી પોલીસે ગતરોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બે વ્યક્તિની ધરપકડ પણ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર/યજુવેન્દ્ર દુબે/बिनोद


 rajesh pande