અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજીમાં વૃદ્ધ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન તોડી ભાગતી ત્રણ મહિલાઓને, રંગે હાથ ઝડપી પોલીસના હવાલે કરી
અરવલ્લી, 4 જૂન (હિ. સ.) અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આજે,પુનમ નિમીતે ભગવાન શામળિયા ના દર્
અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજીમાં વૃદ્ધ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન તોડી ભાગતી ત્રણ મહિલાઓને, રંગે હાથ ઝડપી પોલીસના હવાલે કરી


અરવલ્લી, 4 જૂન (હિ. સ.) અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આજે,પુનમ નિમીતે ભગવાન શામળિયા ના દર્શન કરવા આવતા મેળામા, ભક્તોની ભીડનો લાભ લઇ,મહિલાઓના ગળામાં પહેરેલ સોનાની ચેન તોડતી ટોળકીએ એક મહિલાના ગળામાંથી,સોનાની ચેન તોડતા લોકોએ રંગે હાથ ઝડપી લઈ મહિલાને મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

સ્થાનિકોએ ચેન તોડતી ત્રણ મહિલાને ઝડપી લઈ શામળાજી પોલીસ હવાલે કરતા,પોલીસે ત્રણે મહિલાઓની અટકાયત કરી 109 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande