અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને, ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતમાં થયેલા દુ:ખદ ટ્રેન દુર્ઘટના પર શોક
દ્ગોો


નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતમાં થયેલા દુ:ખદ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,” ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સંબંધો છે અને ભારતની સાથે અમેરિકન જનતા પણ આ અકસ્માતથી દુ:ખી છે.”

વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા શોક સંદેશમાં, અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, “જીલ (તેમની પત્ની) અને હું, ભારતમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના દુખદ સમાચારથી દુઃખી છીએ. અમારી પ્રાર્થનાઓ, તેમના પ્રિયજનોને ગુમાવનારા અને ભયાનક ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે છે. અમેરિકા અને ભારત કુટુંબ અને સંસ્કૃતિના સંબંધોથી જોડાયેલા ઊંડા બંધન વહેંચે છે. આ બંધન બંને, રાષ્ટ્રોને એક કરે છે. આ ઘડીએ અમેરિકાના લોકો ભારતના લોકો સાથે શોકમાં જોડાય છે. પરિસ્થિતિમાંથી બહાર આવવાના પ્રયાસો ચાલુ છે અને અમારા વિચારો ભારતના લોકો સાથે છે.”

નોંધનીય છે કે, ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં લગભગ 300 લોકોના મોત થયા છે. એક હજારથી વધુ ઘાયલ છે. આ દુર્ઘટના પર વિશ્વના નેતાઓ તરફથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે વડાપ્રધાને આ દેશોનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ / સંજીવ / માધવી


 rajesh pande