અરવલ્લી જિલ્લામાં આજે, વહેલી સવારથી હવામાનમાં ફેરફાર
અરવલ્લી, 4 જૂન (હિ. સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર ભિલોડા બાયડ અને ધનસુરા તાલુકામાં આજે વહ
હવામાન


અરવલ્લી, 4 જૂન (હિ. સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર ભિલોડા બાયડ અને ધનસુરા તાલુકામાં આજે વહેલી સવારથી તેજ પવન ની આંધી તુફાન સાથે કડાકા ભડાકા સાથે તોફાની વરસાદનું આગમન થયું હતું મેઘરજ તાલુકાના માળકમ્પામાં નારિયેળના ઝાડ પર અવકાશી વીજળી પડતા, આગ ની ઘટનાનો લાઈવ વિડીઓ વાઇરલ થયો હતો.

મોડાસા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા મોડાસા નગરપાલિકાની પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ મેઘરજ મોડાસા રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ નહિ થતા પાણી ભરાઈ ગયા હતા માલપુર નગર માં પણ મુશળધાર વરસસ વરસતા જેઠ માસમાં, આષાઢી માહોલ જેવા દૃશ્યો જોવા મળ્યા મોડાસા શામળાજી હાઇવે બાયડના સાંઠબા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોની મગફળી બાજરી મગ જેવા ઉનાળુ પાકો માં નુકશાનની ભિતી સેવાઇ રહી અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande