મહિલા ટી-20 વર્લ્ડ કપઃ આજે ભારત-પાકિસ્તાન મેચ
નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિં.સ.) ભારત અને પાકિસ્તાન રવિવારે મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024માં ટકરાશે. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો, આજે આમને-સામને ટકરાશે. ચાહકોમાં આ મેચની ઘણી રાહ જોવાઈ રહી છે. આ ભારત-પાકિસ્તાન મેચ ભાર
મેચ


નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિં.સ.)

ભારત અને પાકિસ્તાન રવિવારે મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024માં ટકરાશે. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો,

આજે આમને-સામને ટકરાશે. ચાહકોમાં આ મેચની ઘણી રાહ જોવાઈ રહી છે.

આ ભારત-પાકિસ્તાન મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, જ્યારે આ મેચ

માટે ટોસ બપોરે 3 વાગ્યે થશે.

મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર દ્વારા થશે.

મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક-એક મેચ રમી છે.

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ, ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં 58 રનથી હારી ગઈ

છે. જ્યારે ફાતિમા સનાની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે ટૂર્નામેન્ટની પોતાની

પ્રથમ મેચમાં, શ્રીલંકાને કારમી હાર આપી હતી. ભારતીય ટીમ પર આજની મેચ જીતવાનું

દબાણ રહેશે, કારણ કે જો તે આ મેચ હારી જશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનો ભય

છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. જેમાં ભારતીય

ટીમે 12 મેચ જીતીને

પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

ભારતીય ટીમ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના

(વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ

રોડ્રિગ્સ, રિચા ઘોષ

(વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા

(વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ

ઠાકુર, દયાલનહેમલતા, આશા

શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.

પાકિસ્તાન ટીમ- ફાતિમા સના (કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ગુલ ફિરોઝા, ઈરમ જાવેદ, મુનીબા અલી, નશરા સુંધુ, નિદા ડાર, ઓમૈમા સોહેલ, સદફ શમાસ, સાદિયા ઈકબાલ, સિદરા અમીન, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રુબાબ, તુબા હસન.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande