સુરત, 23 નવેમ્બર (હિ.સ.)-ગુજરાત રાજ્યની વાવ વિધાનસભા- 2024 ની પેટા ચૂંટણી તથા મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભા 2024 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થવા બદલ તેની ઉજવણી ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરી તેની ખુશી વ્યક્ત કરવાનો કાર્યક્રમ તા. 23-11-2024, શનિવારે, સાંજે 5:00 કલાકે પંડિત દીનદયાલ ભવન, ભાજપ કાર્યાલય, ઉધના સુરત ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઢોલના તાલે ભારત માતા કી જય, વંદે માતરમના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા.
શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરાએ ઉપસ્થિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનું મોઢું મીઠું કરાવી આ ભવ્ય જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, શાસકપક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, મહામંત્રીઓ કિશોરભાઈ બિંદલ, કાળુભાઇ ભીમનાથ, ધારાસભ્યઓ કાંતિભાઈ બલર, પ્રવીણભાઈ ઘોઘારી, દક્ષિણ ગુજરાત મીડિયા પ્રવક્તા ડો. જગદીશ પટેલ સહિત સંગઠનનના પદાધિકારીઓ, નગરસેવકઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે