ICU બેડ સાથેના બોગસ ક્લિનિકનો પર્દાફાશ, તબીબ ત્રણ દિવસના રિમાન્ડ પર
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.). પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ડિગ્રી વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. તબીબના ક્લિનિક પરથી 13 લાખથી વધુની એલોપેથી દવાઓ અને સાધનો જપ્ત કરાયા છે. તબીબે પો
ICU બેડ સાથેના બોગસ ક્લિનિકનો પર્દાફાશ, તબીબ ત્રણ દિવસના રિમાન્ડ પર


ICU બેડ સાથેના બોગસ ક્લિનિકનો પર્દાફાશ, તબીબ ત્રણ દિવસના રિમાન્ડ પર


પાટણ, 23 નવેમ્બર (હિ.સ.). પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ડિગ્રી વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. તબીબના ક્લિનિક પરથી 13 લાખથી વધુની એલોપેથી દવાઓ અને સાધનો જપ્ત કરાયા છે. તબીબે પોતાના ક્લિનિક પર પાંચાણીયા ક્લિનિક ICU બેડ સાથેનું બોર્ડ લગાવી દર્દીઓનો ભરોસો જીત્યો હતો અને ગેરકાયદેસર રીતે ગંભીર બીમારીઓની સારવાર કરતો હતો.

ડિવાયએસપી ડી.ડી. ચૌધરીએ જણાવ્યું કે, સુરેશ ઠાકોરે ડોક્ટર ન હોવા છતાં દર્દીઓને ઇન્જેક્શન અને દવાઓ આપીને જીવના જોખમમાં મૂક્યા હતા. તેની સામે વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. દવાખાનામાંથી મળેલી પ્રતિબંધિત દવાઓ ક્યા પુરવઠાકર્તાઓ પાસેથી લાવવામાં આવી, તે સહિતના મુદ્દાઓની તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા, જે કોર્ટ દ્વારા મંજૂર કરાયા છે. હવે પોલીસ એ દવાઓના સ્ત્રોત અને ક્લિનિક પર લગાવાયેલા બોર્ડના ડોક્ટરો સાથેના સંબંધોની તપાસ કરી રહી છે. સુરેશ ઠાકોરની ગેરકાયદેસર તબીબી પ્રવૃત્તિઓથી દર્દીઓના મોત કે અન્ય ગંભીર ઘટનાઓ થયા છે કે નહીં, તે પણ તપાસના કેન્દ્રમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande