પાટણ, 23 નવેમ્બર (હિ.સ.). પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે, 23 નવેમ્બર 2024ના રોજ, ફિબોનાકી દિવસ નિમિત્તે વૈજ્ઞાનિક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 100થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. નિષ્ણાત ગાઈડ દ્વારા ફિબોનાકી શ્રેણી, તેની ગોઠવણ, મહત્વ અને ઉપયોગ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ફિબોનાકી શ્રેણીનો ઉદભવ ભારતીય મૂળમાં છે અને તેનો ઉલ્લેખ આચાર્ય પિંગલના ગણિતીય કાર્યમાં જોવા મળે છે. ફિબોનાકીએ ભારતીય સંસ્કૃતિ અને ગણિતશાસ્ત્રમાંથી પ્રેરણા લીધી હોવાના ઐતિહાસિક પુરાવા છે. ફિબોનાકી શ્રેણીનું પ્રકૃતિમાં પ્રતિકુલ પ્રભાવ જોવામાં આવે છે, જેમ કે ફૂલોની પાંખડીઓની ગોઠવણ, પાઇનએપલના ઘુવડાં, અને આર્કિટેકચર તેમજ કલામાં તેનો ઉપયોગ. ડો. શાસ્ત્રીએ ઉમેર્યું કે હેમચંદ્ર આચાર્યએ ફિબોનાકીથી 50 વર્ષ પહેલાં તેમની કવિતામાં આ શ્રેણીનો ઉપયોગ કર્યો હતો, જે ભારતીય ગણિતના સમૃદ્ધ વારસાનું દર્શન કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર