રાજપીપલા, 23 નવેમ્બર (હિ.સ.). નર્મદા જિલ્લાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ રાજપીપલા ખાતે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તા. ૨૫ મી નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાશે. બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભાવસ્થાથી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના છ વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર, આરોગ્ય, પોષણ, શિક્ષણ તથા ૩ થી ૬ વર્ષના બાળકોને પૂર્વપ્રાથમિક શિક્ષણ કેટલું જરૂરી છે તે અંગે સમજ વાલીઓમાં સમજ કેળવવા માટે આયોજન કરાયું છે.
બાળકોના વિકાસ અને વૃદ્ધિ, કૌશલ્યો, ક્ષમતાઓ અને વર્તણૂંક માટે બાળપણ મહત્વનો પાયો છે.નાના બાળકોને જેવા અનુભવ મળે તેની સીધી અસર તેના વ્યક્તિત્વ પર જોવા મળે છે. માટે ગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય અને સર્જનાત્મક કૌશલ્યનો વિકાસ કરવા માટે ખુબ સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પણ બાળકોના સુષુપ્ત શક્તિઓને ખિલવવા માટે તથા વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરવા ભૂલકા મેળાનું આયોજન કરાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય