રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હૈદરાબાદમાં કાન્હા શાંતિવનમ્ ખાતે દાજી સાથે મુલાકાત
ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે હૈદરાબાદ પાસે 'હાર્ટફુલનેસ' ધ્યાન કેન્દ્રના મુખ્યાલય અને વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર - કાન્હા શાંતિવનમ્ ની મુલાકાત લીધી હતી. હાર્ટફુલનેસ એ ધ્યાન અને મનની શાંતિ, આનંદ તથા ગહનત
રાજ્યપાલની દાજી સાથે મુલાકાત


રાજ્યપાલની દાજી સાથે મુલાકાત


ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે હૈદરાબાદ પાસે 'હાર્ટફુલનેસ' ધ્યાન કેન્દ્રના મુખ્યાલય અને વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર - કાન્હા શાંતિવનમ્ ની મુલાકાત લીધી હતી.

હાર્ટફુલનેસ એ ધ્યાન અને મનની શાંતિ, આનંદ તથા ગહનતા માટે જીવનશૈલી પરિવર્તનની એક સરળ પદ્ધતિ છે, જે શ્રી રામચંદ્ર મિશન દ્વારા ભારતમાં ઔપચારિક રીતે શીખવવામાં આવે છે. જેનો ઉદ્દેશ લોકોના મનમાં શાંતિ, ખુશી અને જ્ઞાન પ્રસરાવવાનો છે. આ પદ્ધતિ યોગનું એક આધુનિક સ્વરૂપ છે, જે સંતોષ, આંતરિક શાંતિ અને સ્થિરતા, કરુણા, સાહસ અને વિચારની સ્પષ્ટતાને પ્રોત્સાહન આપે છે.

160 દેશોમાં 5,000થી વધુ કેન્દ્રો હાર્ટફુલનેસ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં લાખો પ્રેક્ટિશનર્સ અને વોલન્ટિયર્સ જોડાયેલા છે.

રાજ્યપાલ એ કૃષિ, વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે દાજીના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી અને તેમની પ્રાચીન વિદ્યાની ઊંડાણપૂર્વકની સમજ માટે પ્રશંસા કરી હતી. દાજીએ રાજ્યપાલ ના પ્રાકૃતિક ખેતી વિષયક જ્ઞાન અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા માટેના પ્રયત્નોને બિરદાવ્યા હતા.

રાજ્યપાલ એ કાન્હા શાંતિવનમ્ ના અનોખા વરસાદી જંગલ, નર્સરી, આધુનિક ટીશ્યુ કલ્ચર લેબોરેટરી અને અન્ય સંભાગોની મુલાકાત લીધી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જઈએ કાન્હા શાંતિવનમ્ ના પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજ્યપાલ એ કહ્યું કે, “હું કાન્હા શાંતિવનમ્ માં કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા કાર્યથી અત્યંત પ્રભાવિત થયો છું. દાજીના માર્ગદર્શન હેઠળ હાર્ટફુલનેસે જે ઉપલબ્ધિઓ હાંસલ કરી છે તે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે.”

દાજીએ જણાવ્યું કે, “ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કૃષિ અને શિક્ષણની પ્રાચીન અને આધુનિક તકનિકોના સંમિશ્રણ પર ચર્ચા કરતાં અમને ગર્વની અનુભૂતિ થઈ. તેમના પ્રાકૃતિક ખેતીના જ્ઞાન અને સંશોધનો સાથે અમે ખેડૂતોને મજબૂત સહકાર આપી શકીશું.”

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ હાર્ટફુલનેસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બ્રાઇટર માઇન્ડ્સ કાર્યક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande