જવેલર્સ શો રૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
સુરત, 23 નવેમ્બર (હિ.સ.)-સુરતના ભેસ્તાન વિસ્તારમાં શાંતિનાથ જવેલર્સ શો રૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. એક આરોપીને સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો જયારે એક આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે તો બીજા આરોપીને લીંબાયત પોલી
Surat news


સુરત, 23 નવેમ્બર (હિ.સ.)-સુરતના ભેસ્તાન વિસ્તારમાં શાંતિનાથ જવેલર્સ શો રૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. એક આરોપીને સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો જયારે એક આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે તો બીજા આરોપીને લીંબાયત પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્રણેય આરોપીઓએ શો રૂમ માલિક અને કર્મચારી પર હુમલો કરી લૂંટ કરી હતી.

સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે આવેલા શાંતિનાથ જવેલર્સ શો રૂમમાં લૂંટની ઘટના બની હતી. ત્રણ ઈસમો અહી આવ્યા હતા. 10 થી 15 મિનીટ ચાંદીના દાગીના જોયા બાદ શો રૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર પર હુમલો કર્યો હતો જેમાં તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા. બીજી તરફ ત્યાં બૂમાબૂમ થતા ત્યાં લોકો એકઠા થઇ ગયા હતાં.

લોકોએ ત્રણ પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસના હવાલે કર્યો હતો. જયારે ફરાર થઇ ગયેલા બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. જયારે બીજા એક આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ મરચાની ભૂકી પણ લઈને આવ્યા હતા. તેઓએ રેકી પણ કરી હોવાનું સામે આવ્યું હતું.આરોપીઓએ જવેલર્સમાંથી ચાંદીની 4800 રૂપિયાની 6 વીંટીની લૂંટ કરી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande