સુરત, 23 નવેમ્બર (હિ.સ.)-સુરત શહેર એસઓજીએ અમદાવાદના આંગડીયા પેઢી સંચાલક સહિત ત્રણ યુવાનોને ઝડપી પાડી એકાઉન્ટ કમિશનથી આપનાર વધુ બે યુવાનની પણ સુરતથી ધરપકડ કરી છે.
હવાલાના જે પૈસા આવતા હતા તેને અમદાવાદની એચ.એમ.આંગડિયા પેઢીનો મિતેષ ઠક્કર પેઢીમાં મંગાવી યુએસડીટીમાં કન્વર્ટ કરાવતો હતો. જ્યારે ઝડપાયેલા ઈવેન્ટ મેનેજમન્ટનું કામ કરતા અમદાવાદના બે યુવાન મહેશના ઈશારે ઓમ સાથે કામ કરતા હતા.
સુરત શહેર એસઓજીએ એક મહિના અગાઉ દરોડામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ચાઈનાથી આવતા હવાલાના પૈસાને યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું રેકેટ ચલાવતા પિતા-પુત્ર સહિત ત્રણને પાડ્યા હતા. ચેકબુક, ડેબિટ કાર્ડ, સીમકાર્ડ, મોબાઈલ ફોન, પૈસા ગણવાના બે મશીન, ભારતીય અને વિદેશી કરન્સી કબજે કરી હતી. ઘરે બેસી છેલ્લા બે વર્ષથી કોઈપણ કરન્સીને યુએસડીટીમાં કન્વર્ટ કરતા પિતા-પુત્ર અહીંથી સાયબર ફ્રોડ માટેની કીટ દુબઈ પણ મોકલતા હતા.
રેકેટના સૂત્રધાર મકબુલ ડોકટરનો બીજો પુત્ર પણ આ રેકેટમાં સામેલ હોવાથી તેને તેમજ મૂળ અમદાવાદના અને હાલ દુબઈમાં રહેતા મહેશ દેસાઈ અને સુરતના ઝાંપાબજારના મુર્તઝા શેખને પણ વોન્ટેડ જાહેર કરાયા હતા. બાદમાં આ ગુનામાં કુલ સાતની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન એસઓજીએ દુબઇ બેઠેલો અમદાવાદનો મહેશ દેસાઈ અમદાવાદમાં 33 વર્ષના ઓમ રાજેન્દ્ર પંડ્યાના નામે પૈસા મંગાવતો હોવાનું બહાર આવતા સોમવારે તેની પણ ધરપકડ કરી હતી.
મહેશ દેસાઇ તેને તમામ વ્યવહારો પર કમિશન આપતો હતો. વધુમાં પોલીસને તેણે જણાવ્યું હતું કે હવાલાના જે પૈસા આવતા હતા તેને અમદાવાદની એચ.એમ.આંગડિયા પેઢીનો મિતેષ ઠક્કર પેઢીમાં મંગાવી યુએસડીટીમાં કન્વર્ટ કરાવતો હતો. આથી મિતેષ ઉર્ફે નિશાંત ગોકુળભાઈ ઠક્કરને પણ ઝડપી લીધો હતો. તેની સાથે અમદાવાદથી ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અંકિત રાજપુર અનિલકુમાર બુંદેલા અને અલી સજાદ નુરાનીને પણ ઝડપી લીધા હતા.
બંને મૂળ અમદાવાદના અને હાલ દુબઈમાં રહેતા મહેશ દેસાઈના ઈશારે અગાઉ ઝડપાયેલા ઓમ સાથે કામ કરતા હતા. આ ઉપરાંત તપાસમાં જે 29 બેન્ક એકાઉન્ટની પાસબુક મળી હતી. તેની તપાસના આધારે એસઓજીએ સુરતથી 10 હજાર રૂપિયામાં એકાઉન્ટ ભાડે આપનાર સુરતના દાનીશ મુર્તુઝા અંસારી અને અબરારખાન નાસીરખાન પઠાણની પણ ધરપકડ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે