ચાણસ્મામાં ભંગાર ના વાડામાં વૃદ્ધની હત્યાનો બનાવ
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.). ચાણસ્માના તળાવ રોડ પર બુઢીયા વાસ પાસે શુક્રવારની રાતથી શનિવાર સવારના સમયગાળા દરમિયાન એક વૃદ્ધની અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ વૃદ્ધના નાના ભાઈ મહેશે વહેલી સવારે ભંગારના વાડાનો દ
ચાણસ્મામાં ભંગાર ના વાડામાં વૃદ્ધની હત્યાનો બનાવ


ચાણસ્મામાં ભંગાર ના વાડામાં વૃદ્ધની હત્યાનો બનાવ


પાટણ, 23 નવેમ્બર (હિ.સ.). ચાણસ્માના તળાવ રોડ પર બુઢીયા વાસ પાસે શુક્રવારની રાતથી શનિવાર સવારના સમયગાળા દરમિયાન એક વૃદ્ધની અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ વૃદ્ધના નાના ભાઈ મહેશે વહેલી સવારે ભંગારના વાડાનો દરવાજો ન ખોલાતા અને ફોન ન ઉપડતા લાકડાની મદદથી ગેટ ખોલી અંદર જઈ કરેલી તપાસમાં થઈ હતી. ખાટલામાં લોહીલૂહાણ હાલતમાં તેઓ મૃત અવસ્થામાં મળ્યા હતા.

પોલીસે મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાધનપુર ડીવાયએસપી ડી.ડી. ચૌધરીએ જણાવ્યા અનુસાર, તપાસ માટે અલગ-અલગ ચાર ટીમો બનાવી લેવામાં આવી છે. મૃતક પરમાર કમલેશભાઈ કાન્તિભાઈ (ઉંમર 51) બુધિયાવાસ પાસે ભંગારના વાડામાં સૂતા હતા, ત્યારે રાત્રીના અજાણ્યા શખ્સોએ માથામાં ઘા મારી હત્યા કરી હતી. તેમના ભાઈ મહેશે શંકા વ્યક્ત કરી હતી કે ગત દિવસે ટિફિન આપવા જતા કમલેશની પાસે એક શખ્સ અક્ષય ચીકુભાઈ અને તેમના કાકા નટુભાઈની સાઈકલ હતી. આ શંકાના આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande