લુણાવાડા, 23 નવેમ્બર (હિ.સ.). ગ્રામજનોના ઘર આંગણે જઈ તેમની સમસ્યાઓનું નિવારણ અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાસિનોર તાલુકાના આલેલા ગામ ખાતે બાલાસિનોર પ્રાંત અધિકારીશ્રી હિરેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ.
રાત્રી સભા દરમિયાન વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ચાલતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ પ્રાંત અધિકારીશ્રી સમક્ષ સામૂહિક અને વ્યક્તિગત પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારીશ્રી રાત્રી સભામાં રજૂ થયેલ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય