ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા, ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિ.સ.) સુપરસ્ટાર ગોવિંદાને ન જાણનાર કોઈ નહીં હોય. ગોવિંદાએ કોમેડી ફિલ્મોમાં દર્શકોને ખૂબ હસાવ્યા હતા. બોલિવૂડમાં ગોવિંદા, હંમેશા ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા ગોવિંદાને પગમાં ગોળી વાગતાં, હોસ્પિટલમાં દા
ગોવિંદા


નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિ.સ.) સુપરસ્ટાર ગોવિંદાને ન જાણનાર કોઈ નહીં હોય. ગોવિંદાએ

કોમેડી ફિલ્મોમાં દર્શકોને ખૂબ હસાવ્યા હતા. બોલિવૂડમાં ગોવિંદા, હંમેશા ચર્ચામાં

રહે છે. થોડા દિવસો પહેલા ગોવિંદાને પગમાં ગોળી વાગતાં, હોસ્પિટલમાં દાખલ કરવામાં

આવ્યો હતો. પરંતુ હવે ગોવિંદા આમાંથી ઘણી હદ સુધી સ્વસ્થ થઈ ગયો છે. હવે ગોવિંદાના

ફેન્સ માટે સારા સમાચાર છે. ગોવિંદાની આગામી પેઢીના અભિનેતાનો પુત્ર યશવર્ધન હવે

બોલિવૂડમાં ડેબ્યુ કરશે.

ગોવિંદાનો દીકરો, બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે-

ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા 2025માં સિલ્વર

સ્ક્રીન પર જોવા મળશે. તેના પિતાના પગલે ચાલીને યશવર્ધન હવે, બોલિવૂડમાં ડેબ્યૂ

કરવા માટે તૈયાર છે.

રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદાનો પુત્ર

યશવર્ધન નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર સાઈ રાજેશની આગામી રોમેન્ટિક ફિલ્મમાં જોવા

મળશે. હાલમાં આ ફિલ્મ માટે ઓડિશન ચાલી રહ્યા છે અને બધાનું ધ્યાન યશવર્ધન સાથે કઈ

હિરોઈન જોવા મળશે તેના પર છે.

મેકર્સ આ ફિલ્મ માટે નવી અભિનેત્રીની શોધમાં છે. આ માટે

અત્યાર સુધીમાં 14 હજાર છોકરીઓનું

ઓડિશન આપવામાં આવ્યું છે. જો બધુ ફાઈનલ થઈ જાય તો અંદાજ છે કે, આ ફિલ્મનું શૂટિંગ 2025માં શરૂ થશે.

ગોવિંદા તેના પુત્રની કારકિર્દી માટે ચોક્કસ માર્ગદર્શન આપશે તેમાં કોઈ શંકા નથી. યશવર્ધન

બોલિવૂડમાં કેવી રીતે ચમકે છે, તેની હવે દર્શકોને ખબર પડી જશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande