નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.) તાજેતરમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું વાર્ષિક
ફંકશન હતું. આ સ્કૂલમાં શાહરૂખ ખાન, કરીના કપૂર, શાહિદ કપૂરના બાળકો અભ્યાસ કરે છે. ઐશ્વર્યા રાય અને અભિષેક
બચ્ચનની પુત્રી આરાધ્યા પણ આ શાળાની વિદ્યાર્થીની છે. હાલમાં આ એન્યુઅલ ડે
સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાંથી એક
વીડિયોએ ધ્યાન ખેંચ્યું છે.
એક વીડિયોમાં શાહરૂખ ખાન અને અભિષેક બચ્ચન સ્કૂલના બાળકો
સાથે ડાન્સ કરતા જોવા મળે છે.વીડિયોમાં અબરામ
અને આરાધ્યા બંને સ્ટેજ પર અન્ય બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો એક્સપર શેર કરવામાં
આવ્યો છે.
વીડિયોમાં બોલિવૂડ સેલેબ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ડાન્સ
કરતા જોવા મળે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા અને શાહરૂખ-ગૌરીના
પુત્ર અબરામ બંનેએ સાથે પરફોર્મ કર્યું હતું. પછી સ્ટેજ પર બધા સાથે ડાન્સ કર્યો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, દર્શકો શાહરૂખની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'નું ગીત 'દીવાનગી દિવાનગી' ગાઈ રહ્યા છે.
આરાધ્યા અને અબરામે ગયા વર્ષે 2023માં પણ, સાથે
પરફોર્મ કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ આ
વર્ષે પણ બંનેએ સાથે પરફોર્મ કર્યું હતું. શાહરૂખ ખાને આ બંનેનો વીડિયો પણ પોતાના
ફોનમાં રેકોર્ડ કર્યો હતો.
દરમિયાન, શાહિદ કપૂર, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, કરણ જોહર અને પૃથ્વીરાજ સુકુમારને ધીરુભાઈ અંબાણી
ઈન્ટરનેશનલ સ્કૂલમાં તેમના ચિલ્ડ્રન્સ એન્યુઅલ ડેની ઉજવણીમાં હાજરી આપી હતી. આ
ઈવેન્ટમાંથી શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ