વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે બી.એ.પી.એસ યજ્ઞપુરૂષ સભાગૃહ અટલાદરા ખાતે ધ્યાન શિબિર
- ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુધ્ધિનો સંદેશ વિશ્વમાં ફેલાશે-યોગાચાર્ય પ્રદીપ ત્રિવેદી વડોદરા/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર્યા બાદ આ
Meditation camp at BAPS Yajnapurush Sabhagruha Atladara on the occasion of World Meditation Day


- ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુધ્ધિનો સંદેશ વિશ્વમાં ફેલાશે-યોગાચાર્ય પ્રદીપ ત્રિવેદી

વડોદરા/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર્યા બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક દિવસને ધ્યાનની વાર્ષિક અને વૈશ્વિક ઉજવણીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના તેના

પરિવર્તનકારી લાભ તેમજ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતાની ઓળખાણ કરાવે છે. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રઢ પ્રયત્નોથી યોગ અને ધ્યાનને વૈશ્વિક

સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપી રહ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન,પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ તથા આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપશ્યના જેવી યોગ અને ધ્યાન સાથે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરવામાં આવી હતી. યોગાચાર્ય પ્રદિપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણી થકી ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મ શુધ્ધિનો સંદેશ વિશ્વમાં ફેલાશે. ભારત વિશ્વગુરૂ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે યુનો દ્વારા દેશવાસીઓનાં સ્વાસ્થ્યને જાળવી રાખવા તેમજ વર્તમાન સમયમાં માનસિક તણાવને દૂર કરવા માટે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ વર્ષનો સૌથી ટૂંકો દિવસ પણ હોય છે. આજની ઝડપી લાઇફમાં અનુકુલન સાધવું પણ જરૂરી બની રહ્યું છે તે માટે ધ્યાન એ અકસીર ઉપાય બન્યો છે. આ ઉપરાંત બાળકો હોય કે મોટી ઉંમરના વૃદ્ધ લોકો પણ અનેક તણાવમાં રહેતા હોય છે ત્યારે તે તણાવને દૂર કરવા માટે ધ્યાન જરૂરી બની રહ્યું છે. મનુષ્યના શરીર માટે 30 મિનિટનાં ધ્યાન થકી શારીરીક રોગથી પણ બચી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande